Connect Gujarat
Featured

સચિન તેંડુલકરને શરદ પવારની સલાહ, ખેડૂતો વિશે બોલતી વખતે રાખો સાવચેતી

સચિન તેંડુલકરને શરદ પવારની સલાહ,  ખેડૂતો વિશે બોલતી વખતે રાખો સાવચેતી
X

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે શનિવારે કહ્યું હતું કે પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરએ ખેડૂતો વિશે બોલતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. અમેરિકન ગાયિકા રિહાન્ના અને ર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગ સહિત વિવિધ વિદેશી હસ્તીઓએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કર્યા બાદ તેંડુલકર અને જાણીતા ગાયક લતા મંગેશકર સહિતના સેલિબ્રિટિઓએ સોશિયલ મીડિયા પર ઈન્ડિયા ટુગેધર અને ઈન્ડિયા અગેન્સ્ટ પ્રોપોગેંડા હેશટેગ સાથે સરકારના વલણના સમર્થનમાં ટિ્‌વટ કર્યું હતું.

સચિન તેંડુલકર અને લતા મંગેશકર જેવા હસ્તીઓના ખેડૂત આંદોલન અંગેના પ્રતિસાદ અંગે શરદ પવારે કહ્યું કે લોકોએ આકરો પ્રતિસાદ આપ્યો છે. તેમણે કહ્યું, "હું સચિન તેંડુલકરને સૂચન કરીશ કે અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલા મુદ્દાઓ પર નિવેદન આપતા પહેલા તેઓએ સાવધ રહેવું જોઈએ."

શરદ પવારે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ખેડૂતોને ખાલિસ્તાની અને આતંકવાદી ગણાવીને આંદોલનને બદનામ કરી રહી છે. પૂર્વ કેન્દ્રીય કૃષિ પ્રધાને કહ્યું, "આ વિરોધ કરનારા ખેડુત છે જે આપણા દેશને ખવડાવે છે." તેથી, તેમને ખાલિસ્તાની અથવા આતંકવાદી કહેવું યોગ્ય નથી.

Next Story