Connect Gujarat
Featured

"જળમાં ફસાયું જહાજ" સુએઝ કેનાલમાં જહાજ ફસાય જતાં વૈશ્વિક વેપાર પ્રભાવિત થયો છે

જળમાં ફસાયું જહાજ સુએઝ કેનાલમાં જહાજ ફસાય જતાં વૈશ્વિક વેપાર પ્રભાવિત થયો છે
X

તમે ઘણી વાર ટ્રાફિક જામમાં ફસયા હશો, કિલોમીટરો સુધી લાગેલા લાંબા ટ્રાફિક જામ પણ જોયા હશે. આપણાં દેશમાં તો ટ્રાફિકજામ કોઈ મોટી વાત નથી. તમે એર ટ્રાફિક જામ વિષે પણ સાંભળ્યું જ હશે જેમાં એરોપ્લેનને ટેક-ઓફ અને લેન્ડિંગ માટે ડીલે કરાય છે. પરંતુ આજે તમને એવો ટ્રાફિક જામ બતાવવા જઈ રહ્યા છે જે તમે પહેલા કોઈ દિવસ જોયો નહીં હોય.... નમસ્કાર હું કુશાગ્ર...... શું તમે સમુદ્રમાં ક્યારેય ટ્રાફિકજામ વિશે સાંભળ્યું છે. આવો વિચાર પણ ન આવે પરંતુ આવું જ ઇજિપ્તની સુએઝ કેનાલમાં બનવા પામ્યું છે. વિશ્વના સૌથી વ્યસ્ત શિપિંગ રૂટ પર એક જહાજ છેલ્લા પાંચ દિવસથી ફસાયું છે. તેને બહાર કાઢવાની કોશિશ નિષ્ફળ જઈ રહી છે અને આના કારણે અંદાજે 150થી વધારે જહાજની અવરજવર રોકાઈ ગઈ છે. જુઓ આ રિપોર્ટ..

સમુદ્રમાં ટ્રાફિક જામની આ ઘટના ઈજિપ્તની સુએઝ કેનાલમાં બની છે. ભારે પવનના કારણે અહીં ચીનથી માલ-સામાન લઈને જઈ રહેલું 400 મીટર લાંબું અને 59 મીટર પહોળું માલવાહક જહાજ ફસાઈ ગયું છે. આ જહાજ ફસાઈ જવાના કારણે બન્ને તરફ ટ્રાન્સપોર્ટેશન સદંતર બંધ થઈ ગયો છે. સુએઝ કેનાલ દ્વારા જહાજ તેલ, ગેસ અને જરૂરી સામાન ભરીને કન્ટેનર યુરોપથી એશિયા વચ્ચે અવર-જવર કરે છે. આ આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો ઘણી શિપિંગ કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન થશે ઉપરાંત આની અસર દુનિયાની અર્થવ્યવસ્થા પર પણ પડી શકે છે. તેમાં સૌથી વધુ નુકસાન ઈજિપ્તને થઈ શકે છે. તેમજ પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ પણ વિશ્વભરમાં વધી શકે છે. સુએઝ કેનાલમાં 23 માર્ચના રોજ એક કાર્ગો જહાજ ફસાયુ હતું જેનું નામ એવર ગ્રીન છે. આ જહાજ ફસવાના કારણે અન્ય જહાજો પણ આ જામમાં ફસાયા છે. જેના લીધે ઘણા દેશોમાં પેટ્રોલિયમ પેદાશોની ડિલિવરીમાં વિલંબ થાય છે. ઓછામાં ઓછા 10 ક્રૂડ ટ્રેકર્સ ટ્રાફિક જામમાં ફસાયેલા છે, જેમાંથી 13 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ ભરેલું છે.

એક વિશાળ જહાજ છ દિવસથી સુએઝ કેનાલમાં અટવાયું છે. એવર ગ્રીન વિશ્વના સૌથી મોટા કાર્ગો કન્ટેનર જહાજોમાંનું એક માનવામાં આવે છે.

2018માં બનેલું આ જહાજ વિશ્વના સૌથી મોટા જહાજ પૈકીનું એક છે. તેમાં એકસાથે 20 હજાર કન્ટેનર રાખી શકાય છે. આ કાર્ગો જહાજનું વજન 18 કરોડ કોલિગ્રામ છે. તેનો ઉપયોગ એશિયા અને યુરોપ વચ્ચે વેપાર કરવા માટે કરાય છે. આ જહાજનું સંચાલન એવરગ્રીન મરીન કોર્પ્સ નામની તાઈવાનની કંપની કરે છે. જહાજ નેધરલેન્ડના રોટર્ડમ જવા માટે રવાના થયું હતું. શિપિંગ એક્સપર્ટ મુજબ જહાજને બહાર કાઢવામાં હજુ બે દિવસ લાગી શકે છે. કેનાલમાં જહાજ આ રીતે અટવાઈ જવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. જોકે એવરગ્રીન મરીન કોર્પ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારે પવનને કારણે ઘટના ઘટી હતી, પરંતુ એક પણ કન્ટેનર ડૂબ્યું નથી. પનામાનું કન્ટેનર શિપ એવર ગિવન ચીનમાંથી માલ ભર્યા બાદ નેધરલેન્ડના પોર્ટ રોટરડેમ જઈ રહ્યું હતું. આ દરમિયાન હિંદ મહાસાગરથી યુરોપમાં જવા માટે સુએઝ નહેરનો રસ્તો અપનાવ્યો હતો. આ સંકટના કારણએ ભારતથી યુરોપ, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા માટે ઓઈલ, ટેક્સટાઈલ, ફર્નિચર, કોટન, ઓટો કોમ્પોનન્ટ્સ અને મશીન પાર્ટ્સની ડિલિવરી ૧૦થી ૧૫ દિવસ પાછો ઠેલાઈ છે.

ઈજિપ્ત માંથી પસાર થતી 193 કિલોમીટર લાંબી માનવનિર્મિત સુએઝ કેનાલની ભૌગીલીક સ્થિતિ શું છે અને કેવી રીતે જહાજ ફસાવાથી ઈજિપ્તને આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે, જુઓ આ રિપોર્ટમાં

સુએઝ નહેર એ ઇજીપ્તમાંથી પસાર થતી માનવનિર્મીત નહેર છે, જે રાતા સમુદ્ર અને ભુમધ્ય સમુદ્રને જોડે છે. તેને નવેમ્બર ૧૮૬૯માં ખુલ્લી મુકવામાં આવી હતી. સુએઝ નહેરનો મુખ્ય ઉદ્દેશ્ય યુરોપ અને એશીયા વચ્ચે આફ્રીકાનું ચક્કર લગાવ્યા વગર જલ પરીવહનનો હતો. તેનું ઉત્તર ટર્મિનસ છે પોર્ટ સઈદ અને દક્ષિણ ટર્મિનસ છે પોર્ટ તૌફિક, કે જે સુએઝ શહેરમાં આવેલું છે. કેનાલ પર લાગેલા જામને પગલે ઈજિપ્તને મોટું નુકસાન થઈ રહ્યું છે. ઈજિપ્ત દ્વારા આ કેનાલ પરથી પસાર થતાં તમામ સમુદ્રી જહાજો પાસેથી ટેક્સ વસૂલવામાં આવતો હતો પરંતુ આ જામના કારણે ઈજીપ્તને દર કલાકે 2800 કરોડનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ જહાજ સુએઝ કેનાલમાં ફસાયા બાદ તેમાથી કન્ટેનર ઓછા કરવાનું શરૂ કરી દેવાયું છે. પરંતુ તેમા પણ ઘણો સમય લાગી શકે છે. જહાજને બહાર કાઢવા માટે પાંચ અન્ય જહાજને કામે લગાડાયા છે. મરીન સર્વિસ પ્રોવાઈડર કંપની GAC એ એક નિવેદનમાં કહ્યું છે કે જહાજને હટાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ભારે પવનના કારણે અડચણો આવી રહી છે.

આ અનોખા દ્રશ્યો જે દુનિયાએ પ્રથમ વાર જોયા છે આટલું વિશાળ જહાજ કેનાલમાં વચ્ચે ફસાયુ છે જેના કારણે સમુદ્રમાં ટ્રાફિક જામ સર્જાયો છે અને ઘણા અન્ય જહાજો પણ અટવાયા છે. આવી કેટલીક રસપ્રદ માહીતી માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે ત્યાં સુધી મને રાજા આપશો નમસ્કાર...

Next Story