Connect Gujarat
સમાચાર

શૂટર વર્તિકા સિંઘનો ગૃહમંત્રી અમિત શાહને “લોહીભીનો પત્ર", 'નિર્ભયાના આરોપીઓને આપો ફાંસી'

શૂટર વર્તિકા સિંઘનો ગૃહમંત્રી અમિત શાહને “લોહીભીનો પત્ર, નિર્ભયાના આરોપીઓને આપો ફાંસી
X

શૂટર વર્ણિકા સિંહે કહ્યું કે જો હું નિર્ભયા

કેસના આરોપીઓને ફાંસી આપું તો આખા દેશમાં સંદેશ પહોંચશે કે એક મહિલા પણ ફાંસી આપી

શકે છે.

તાજેતરમાં, હૈદરાબાદની

પોલીસે બળાત્કાર અને હત્યાના ચાર આરોપીઓના એન્કાઉન્ટરથી દેશભરમાં ખુશીની લહેર જોવા

મળી હતી. ખાસ કરીને મહિલાઓમાં ખુશી જોવા મળી દેશમાં ગુનેગારોને શિક્ષા કે સજા

આપવામાં આવી રહી નથી અથવા તો મોડું થઈ રહ્યું છે એટલા માટે લોકોમાં આ અંગે ગુસ્સો

છે.

હવે જ્યારે નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવાની

ચર્ચા ચાલી રહી છે, ત્યારે દેશની મહિલા ખેલાડી વર્તિકાસિંહે

જાતે આ સજાની માંગ કરી છે. તેમણે આ માટે દેશના ગૃહ પ્રધાન અમિત શાહને લોહીથી પત્ર લખ્યો છે.

વરતિકા સિંહ શૂટર છે અને તેણે આંતરરાષ્ટ્રીય

સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. તેમણે ગૃહ પ્રધાન અમિત શાહને લોહી વડે પત્ર

લખ્યો છે. વર્ણિકાએ પત્રમાં મહિલા દ્વારા નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવા માંગ

કરી હતી.

Next Story