Connect Gujarat
સ્પોર્ટ્સ

આણંદ બન્યું અવલ્લ: ગુજરાત રાજ્યની T-20 ટીમમાં 6 મહિલા ખેલાડી એકલા આણંદથી

આણંદની 6 મહિલા ખેલાડીઓની રાજ્યના સિનિયર ક્રિકેટ ટીમમાં પસંદગી થઇ છે

આણંદ બન્યું અવલ્લ: ગુજરાત રાજ્યની T-20 ટીમમાં 6 મહિલા ખેલાડી એકલા આણંદથી
X

એક સમય હતો કે જ્યારે મહિલાઓની જગ્યા તો માત્ર રસોડામાં જ ગણાતી. ઘરની ચાર દીવાલો જ તેઓની દુનિયા ગણાતી. પરંતુ સમય જતા બધું બદલાઈ રહ્યુ છે. મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે. અરે હવે તો પુરુષ કરતા પણ આગળ નીકળી ગઇ છે માન્યતાઓ અને રૂઢિઓ તોડીને મહિલાઓ પોતાનો આગવો ઇતિહાસ રચી રહી છે. ત્યારે ભારતની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ માં શેની પાછી રહે ? મહિલાઓએ પણ ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવ્યુ છે અને એટલે જ આજે ઇતિહાસમાં પહેલી એવી ઘટના બની તેનો આપણે સૌ ગર્વ અનુભવીશું. ત્યારે જાણીએ આ ઐતિહાસિક ઘટના વિશે… ગુજરાતમાં ફરી એકવાર ગૌરવ કરવા જેવી વાત સામે આવી છે..

આણંદની 6 મહિલા ખેલાડીઓની રાજ્યના સિનિયર ક્રિકેટ ટીમમાં પસંદગી થઇ છે. રાજ્યની ટી-20 ટીમમાં આ 6 મહિલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જે ગુજરાતના ઇતિહાસમાં પહેલી ઘટના છે. રાજ્યની સિનિયર મહિલા ટીમમાં 50 ટકા પ્રતિનિધિત્વ આણંદ કરશે.સિનિયર મહિલા ખેલાડીઓ માટેની આંતરરાજ્ય ટ્વેન્ટી-20 ક્રિકેટ સ્પર્ધા માટેની ગુજરાતની ટીમમાં આણંદ જિલ્લાની છ મહિલા ખેલાડીનો સમાવેશ કરાયો છે.સીમરન પટેલ, ભાવના ગોપલાની, પિનલ તળપદા, અંજલી પટેલ, લીસા જોષી અને મનાલી વાઘેલાની પસંદગી કરવામાં આવી છે.આણંદ જિલ્લામાં સૌ પ્રથમ વાર સિનિયર મહિલા ક્રિકેટરની રાજ્યની ટી-20 ટીમમાં પસંદગી થતા જિલ્લામાં હરખની લાગણી જોવા મળી રહી છે. જિલ્લાવાસીઓ આ મહિલાઓની સફળતાને લઈને ઘણા જ ખુશ થયા છે.

Next Story