Connect Gujarat
સ્પોર્ટ્સ

9 મહિનાની દીકરીને મળી બળાત્કારની ધમકી, જાણો ગુસ્સો આવતા અનુષ્કા શર્માએ શું કહ્યું

હેટર્સે વિરાટની 9 મહિનાની દીકરીને નિશાને લીધી હતી. હવે અનુષ્કાના એક નજીકના સુત્રોએ કહ્યું છે કે અનુષ્કાનું દિલ તુટ્યુ છે

9 મહિનાની દીકરીને મળી બળાત્કારની ધમકી, જાણો ગુસ્સો આવતા અનુષ્કા શર્માએ શું કહ્યું
X

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને 24 ઓક્ટોબરે ICC પુરૂષ ટી-20 વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમ હાર્યા બાદ સતત ટ્રોલ અને અપશબ્દો ભાંડવામાં આવ્યાં હતા. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી શમીના સમર્થનમાં સામે આવ્યાં હતા અને ઓનલાઈન સ્પિનલેસ નારો આપ્યો હતો. ત્યારબાદ હેટર્સે વિરાટની 9 મહિનાની દીકરીને નિશાને લીધી હતી.

હવે અનુષ્કાના એક નજીકના સુત્રોએ કહ્યું છે કે અનુષ્કાનું દિલ તુટ્યુ છે અને કોઈ પણ માતાની જેમ તેને પણ આક્રોશ આવી રહ્યો છે. એક સૂત્રના હવાલાને ટાંકીને કહ્યું, લોકોની નજરમાં એક સેલિબ્રિટી તરીકે અનુષ્કાએ દરેક ટ્રોલિંગ અને નકારાત્મકતા માટે અક અલગ દીવાલ બનાવી છે. અનુષ્કા એક મજબુત મહિલા છે, જે નકારાત્મક લોકોની વાતચીતથી પ્રભાવિત થતી નથી.

પરંતુ આ વખતે પાણી માથેથી ઉપર ચઢી ગયુ છે. અનુષ્કા અને વિરાટ પણ સોશિયલ મીડિયામાં સક્રિય છે અને તેમને ખબર છે કે તેની દીકરી અંગે કેવી વાતચીત થઇ રહી છે. આ ટીપ્પણીને લઇ અનુષ્કાનું દિલ તુટી ગયુ છે. દરેક માતાની જેમ અનુષ્કાને ગુસ્સો આવી રહ્યો છે. સુત્રએ વધુમાં કહ્યું કે જો અનુષ્કાની વાત કરીએ તો અનુષ્કા હવે આ બધુ બંધ કરી દેશે અને હંમેશાની જેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરે.

સૂત્રએ વધુમાં કહ્યું, અનુષ્કા આક્રોશિત છે. તે થોડા દિવસ માટે આ બધુ બંધ કરી દેશે અને દરરોજની જેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ શરૂ કરશે. અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે અને તે ઈચ્છતી નથી કે આ બધી ખોટી વાતો તેની પોઝીટીવ એનર્જીને પરેશાન કરે.

Next Story