Connect Gujarat
સ્પોર્ટ્સ

પિતાના નિધનના ગણતરીના દિવસ બાદ જ 10 વર્ષનો કિશોર ઉતર્યો મેદાનમાં અને જીત્યો બ્રોન્ઝ મેડલ,PM મોદીએ પણ કરી પ્રશંસા

10 વર્ષની ઉંમરમાં એક ગુજરાતી છોકરા એ એવી કમાલ કરી કે, પીએમ મોદી પણ તેના પર આફરીન આફરીન થઈ ગયા.પીએમ મોદીએ ટ્વીટ કરીને તેની પ્રશંસા કરી હતી.

પિતાના નિધનના ગણતરીના દિવસ બાદ જ 10 વર્ષનો કિશોર ઉતર્યો મેદાનમાં અને જીત્યો બ્રોન્ઝ મેડલ,PM મોદીએ પણ કરી પ્રશંસા
X

10 વર્ષની ઉંમરમાં એક ગુજરાતી છોકરા એ એવી કમાલ કરી કે, પીએમ મોદી પણ તેના પર આફરીન આફરીન થઈ ગયા.પીએમ મોદીએ ટ્વીટ કરીને તેની પ્રશંસા કરી હતી.10 વર્ષના કિશોર માટે પિતાને ગુમાવવા એટલે મોટું દુઃખ કહેવાય. આ દુખમાં પણ ગુજરાતમાં ચાલી રહેલા 36 માં નેશનલ ગેમ્સમાં ઉતરવું અને રમવું તે કાબિલેદાદ છે. ત્યારે તેની આ ખેલદિલીએ પીએમ મોદીનું દિલ જીતી લીધું. ખુદ પ્રધાનમંત્રી મોદીએ શૌર્યજીતનો વીડિયો શેર કર્યો અને તેને અસલી સ્ટાર ગણાવ્યા. ત્યારે શૌર્ય જીતે પોલ મલખંભ ગેમ્સમાં વ્યક્તિગત ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

10 વર્ષનો શૌર્યજીત શુક્રવારે જ્યારે નેશનલ ગેમ્સમાં મલખંભ ગેમમાં રમવા ઉતર્યો ત્યારે કોઈને ખબર ન હતી કે તે કેવી સ્થિતિમાં મેદાનમાં ઉતર્યો છે.તેના ચહેરા પર મુસ્કાન હતી, પરંતું આંખોમાં પિતાને ગુમાવવાનુ દર્દ હતું.30 સપ્ટેમ્બરના રોજ તેના પિતાનું નિધન થયું હતું.તે સમયે તે નેશનલ ગેમ્સ માટે તૈયારી કરી રહ્યો હતો. પરંતુ પિતાનુ સપનુ સાકાર કરવા માટે તે નેશનલ ગેમ્સમાં ઉતર્યો. તેની માતા સુનીતા ખરેએ તેને સપોર્ટ કર્યો. તેણે નેશનલ ગેમ્સમાં ભાગ લીધો, અને સૌનું દિલ જીત લીધું.તેણે નેશનલ ગેમ્સમાં મલખંભમાં શાનદાર પ્રદર્શન કર્યું. જેથી તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો હતો. તેણે બધાને પ્રભાવિત કર્યા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ પોતાના ઓફિશીયલ ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો અપલોડ કર્યો હતો. ત્યારે હવે તેણે નેશનલ ગેમ્સ 2022માં 10 વર્ષની સૌથી નાની ઉંમરમાં બ્રોન્ઝ જીત્યો છે શૌર્ય જીત વડોદરાના મરાઠી પરિવારમાંથી આવે છે. તે ભવન્સ સ્કૂલમાં ધોરણ 5 માં અભ્યાસ કરે છે. તેના પિતા કેબલ ઓપરેટર તરીકે કામ કરતા હતા, અને અઠવાડિયા પહેલા જ તેમનું નિધન થયું હતું. શૌર્યજીત છેલ્લા 6 વર્ષથી મલખમની પ્રેક્ટિસ કરે છે. પિતાના નિધનથી નાનકડો શૌર્યજીત માનસિક રીતે તૂટી ગયો હતો. માતા સુનિતા ખરે અને કોચ જીત સપકાળની હિંમતથી તે નેશનલ ગેમ્સમાં મેદાનમાં ઉતર્યો હતો.

Next Story