Connect Gujarat
સ્પોર્ટ્સ

CSKએ IPL ટાઇટલ જીત્યા બાદ બ્રાવોએ કહ્યું મને "સર" કહીને બોલાવો,જાણો શું આપ્યા કારણ

CSKએ IPL ટાઇટલ જીત્યા બાદ બ્રાવોએ કહ્યું મને સર કહીને બોલાવો,જાણો શું આપ્યા કારણ
X

ચોથીવાર આઈપીએલની ટ્રોફી જીતી લીધી. આ ટુર્નામેન્ટમાં ફરી ઈતિહાસ લખાઈ ગયો 300મી મેચ રમી રહેલા કેપ્ટન કૂલ મહેન્દ્રસિંઘ ઘોનીની આગેવાનીમાં ચેન્નાઈ ટ્રોફી જીતી ગઈ. આ મેચ જીત્યા બાદ ચેન્નાઈના ખેલાડીઓ ખૂબ ખૂશખૂશાલ છે. ખાસ કરીને ટીમના ઓલરાઉન્ડર ડીજે બ્રાવોની ખુશી તો સાતમા આસમાને છે. બ્રાવોએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી છે અને વેસ્ટઇન્ડિઝના ખેલાડી પોલાર્ડનાં ટાંટિયો ખેચ્યો છે, બ્રાવોએ કહ્યું કે પોતાની જાતને હવે પછી 'સર ચેમ્પિયન' કહેવું. બ્રાવોએ આ મુદ્દે એકબાદ એક બે પોસ્ટ લખી છે.

અગાઉ ક્રિકેટના ચાહકો રવિન્દ્ર જાડેજાને 'સર જાડેજા' કહેતા હતા. હવે બ્રાવોને પણ 'સર' કહેડાવવાના અભરખા જાગ્યા છે. જોકે, બ્રાવોએ આવું શું કામ કહ્યું અને પોતાને સર કહેરાવવા માંગે છે તેના કારણો પણ આપ્યા છે. બ્રાવોનો ટી20 ક્રિકેટમાં રેકોર્ડ જોવા જઈએ તો ખૂબ પ્રભાવશાળી છે. અત્યારસુધી બ્રાવો અને પોલાર્ડ બંને પાસે સરખા 15-15 ટાઇટલ હતા હવે બ્રાવો ચેન્નાઈની જીત સાથે 16મું ટાઇટલ જીતી ગયો છે.બ્રાવોએ પહેલી પોસ્ટમાં ચેન્નાઈની જીત બાદ હાથમાં વિજય ટ્રોફી સાથે લખ્યું કે 'કોઈ લાંબી પોસ્ટની જરૂરિયાત નથી.ચેમ્પિયન્સ હવે પછી મહેરબાની કરીને મને સર ચેમ્પિયન કહીને બોલાવશો. કિરન પોલાર્ડ તારે કઈક કરવું ખૂટે છે દોસ્ત... મારા ચાહકો, ચેન્નાઈના ચાહકોનો ખૂબ આભાર. આ પોસ્ટ સાથે બ્રાવોએ ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોની સહિત આખી ટીમ સાથેની એક પછી એક તસવીરો મૂકી હતી અને જીતની ખુશીની ઉજવણી કરી હતી. જોકે, બ્રાવોએ સર ચેમ્પિયન વાળી વાતને ગંભીરતાથી લીધી હતી અને બે દિવસ બાદ ફરીથી આજે એક પોસ્ટ મૂકી છે. આજે મૂકેલી પોસ્ટમાં બ્રાવોએ લખ્યું કે 'મારી જાતને સર ચેમ્પિયન કહેવરાવવું યોગ્ય જ છે. આંકડા ખોટું નથી બોલતા. ફરીથી એકવાર ચેન્નાઈ અને સીએસએકનો આભાર, મારા ચાહકોનો આભાર, હવે પછી મારું ફોકસ છે વેસ્ટઇન્ડિઝ માટે.

Next Story