વિરાટની સેન્ચુરી બાદ અનુષ્કા શર્માએ કહ્યું હું હંમેશા સાથે જ છું, વાંચો ઇમોસનલ પોસ્ટ

કોહલીએ પોતાની 71મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. અને આ સાથે જ ઓસ્ટ્રેલીયાના પૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગની બરાબરી પણ કરી લીધી છે.

New Update

ખૂબ ઓછા લોકોએ ભવિષ્યવાણી કરી હશે કે વિરાટ કોહલી એક ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમા સદી ફટકારશે. તેમણે ગુરુવારે દુબઈમા અફઘાનિસ્તાન સામે 1020 દિવસો બાદ એશિયા કપ ટુર્નામેન્ટમાં 122 રન ફટકાર્યા. આનો શ્રેય તેમણે વાઈફ અનુષ્કા શર્મા અને દીકરી વામિકાને આપ્યો છે. આ પર અનુષ્કા શર્માનું પણ રિએક્શન સામે આવ્યું છે. તેમણે વિરાટની તસવીરો શેર કરતાં કહ્યું છે કે કોઈપણ અને માધ્યમથી હંમેશા તારી સાથે. આ સાથે જ તેણે દિલનું ઇમોજી પણ બનાવ્યું છે.

Advertisment

તમને જણાવી દઈએ કે કોહલીએ પોતાની 71મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. અને આ સાથે જ ઓસ્ટ્રેલીયાના પૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગની બરાબરી પણ કરી લીધી છે. લગભગ ત્રણ વર્ષ બાદ ખરાબ ફોર્મમાંથી પસાર થયા પછી કોહલી પોતાની પહેલી સદી ફટકારીને હેરાન હતા, જેથી ભારતને 212/2 પર લઈ આવ્યા. તેમણે કહ્યું કે ગયા અઢી વર્ષોએ મને ઘણું શીખવ્યું છે. હું એક મહિનામાં 34 વર્ષનો થવા જઈ રહ્યો છું. એટલા માટે આ સદી સ્પેશિયલ છે. હું હેરાન હતો. આ છેલ્લું ફોર્મેટ છે, જેમાં મેં રન બનાવવાનુ વિચાર્યું હતું. કોહલીએ પોતાની 71મી આંતરરાષ્ટ્રીય સદી પોતાની પત્નીને સમર્પિત કરી છે, જેણે તેને આ માનસિક સ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરી છે.

#Anushka Sharma #sports update #India vs Afghanistan #Asia Cup 2022 #SportsNews #Anushka Emotional Post #Virat Kohli And Anushka Sharma #ConnectGujarata #Virat kohli #Asia Cup
Advertisment
Latest Stories