Connect Gujarat
સ્પોર્ટ્સ

અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IND-WI વચ્ચે રમાશે વન-ડે સિરીઝ, પ્રેક્ટિસ વેળા વિરાટની દંબગ સ્ટાઈલમાં એન્ટ્રી

અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IND-WI વચ્ચે રમાશે વન-ડે સિરીઝ, પ્રેક્ટિસ વેળા વિરાટની દંબગ સ્ટાઈલમાં એન્ટ્રી
X

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન-ડે સિરીઝ રમાવા જઈ રહી છે, ત્યારે ઈન્ડિયન ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતાં જોવા મળ્યા હતા.

ઈન્ડિયન ટીમમાં કોરોના વિસ્ફોટ થતા નવા કોમ્બિનેશન બનાવવાનો પડકાર કેપ્ટન રોહિત સામે આવ્યો છે, ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન-ડે સિરીઝ રમાવા જઈ રહી છે. જોકે સારા સમાચાર એ પણ છે કે, ઈન્ડિયન ટીમે નેટ્સમાં શાનદાર પ્રેક્ટિસ કરી હતી. આ સેશનને રોહિત શર્માએ લીડ કર્યું હતું. આ દરમ્યાન વિરાટની દંબગ સ્ટાઈલમાં એન્ટ્રીએ આકર્ષણ જમાવ્યું હતું. તો બીજી તરફ મેચના એક દિવસ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની રિંગ ઓફ ફાયર લાઈટ્સથી રાત્રે મેદાન ઝગમગી ઊઠ્યું હતું.

Next Story