Connect Gujarat
સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત T-20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું, ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું...

આઈસીસી T20 વર્લ્ડ કપ 2021ની ચેમ્પિયન ટીમ મળી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે

ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત T-20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું, ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું...
X

આઈસીસી T20 વર્લ્ડ કપ 2021ની ચેમ્પિયન ટીમ મળી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા NZ વર્લ્ડ કપની ફાઇનલમાં 172/4નો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 7 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 8 વિકેટથી મેચ જીતી લીધી છે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ વિસ્ફોટક બેટિંગ કરી ન્યુઝીલેન્ડ પાસેથી મેચ આંચકી લીધી હતી.

T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં 173 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. 15 રનના સ્કોર પર કેપ્ટન ફિંચ પેવેલિયન ભેગો થઈ ગયો હતો. તો બીજી બાજુ ટ્રેંટ બોલ્ટે આ મહત્ત્વપૂર્ણ વિકેટ લઈ NZને પહેલી સફળતા અપાવી હતી. ત્યારપછી મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરે ઈનિંગ સંભાળી હતી. તેમણે 59 બોલમાં 92 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. જોકે ત્યારપછી ટ્રેંટ બોલ્ટે વોર્નર (53 રન)ને આઉટ કરી આ જોડી તોડી હતી ટોસ હાર્યા પછી ન્યૂઝીલેન્ડ ની શરૂઆત સતર્ક રહી હતી. પહેલી વિકેટ માટે ડેરિલ મિશેલ અને માર્ટિન ગપ્ટિલ વચ્ચે 23 બોલમાં 28 રન કર્યા હતા. તેવામાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે મિચેલ (11 રન)ને આઉટ કરી આ પાર્ટનરશિપ તોડી હતી. ઉલ્લેખનીય છે કે પહેલી વિકેટ પછી કિવિ ટીમ ધીમી બેટિંગ કરતી જોવા મળી હતી. તેવામાં આક્રમક શોટ રમવા જતા માર્ટિન ગપ્ટિલ 28 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.11મી ઓવરમાં કીવી ટીમના કેપ્ટન કેન વિલિયમ્સન કેચ છૂટ્યો હતો. ત્યારપછી તેને 3 ચોગ્ગા માર્યા હતા. કેપ્ટન કેન વિલિયમ્સન 31 બોલમાં પોતાની અર્ધ સદી પૂરી કરી હતી. તેણે મેક્સવેલ ની ઓવરમાં સિક્સ મારી ફિફ્ટી ફટકારી હતી. ત્યારપછી કેન વિલિયમ્સન આક્રમક બેટિંગ કરતો જોવા મળ્યો હતો.ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. તે T20 વર્લ્ડ ટાઇટલ જીતનારો છઠ્ઠો દેશ બન્યો છે. તે પહેલા ભારત, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ આ ખિતાબ કબજે કર્યો હતો. ડેવિડ વોર્નરને મેન ઓફ ધ ટુર્નામેન્ટ જ્યારે માર્શને ફાઇનલમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

Next Story