Connect Gujarat
સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલિયન ઓપન : પહેલા બે સેટ હાર્યા બાદ કમબેક કરી રાફેલ નદાલ બન્યો ચેમ્પિયન

ઓસ્ટ્રેલિયન ઓપન : પહેલા બે સેટ હાર્યા બાદ કમબેક કરી રાફેલ નદાલ બન્યો ચેમ્પિયન
X

રાફેલ નડાલ 21 ગ્રાન્ડ સ્લેમ જીતનારો પહેલો ખેલાડી બની ગયો છે. 35 વર્ષીય સ્પેનિશ ટેનિસ ખેલાડીએ ઓસ્ટ્રેલિયા ઓપનની ફાઈનલમાં 25 વર્ષના રશિયન સ્ટાર ડેનિલ મેદવેદેવને પાંચ સેટની મેચમાં 2-6, 6-7, 6-4, 6-4, 6-4થી હરાવી ઈતિહાસ રચ્યો છે. આ નડાલની કારકિર્દીનો બીજો ઓસ્ટ્રેલિયા ઓપન અને ઓવરઓલ 21મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે.

નડાલ આની સાથે જ ગ્રાન્ડ સ્લેમના 145 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ મેન્સ સિંગલ ખિતાબ જીતનારો પુરુષ ખેલાડી બની ગયો છે. તેણે સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરર અને સર્બિયાના નોવાક જોકોવિચને ઓવરટેક કરી દીધા છે. આ બંનેના નામે કુલ 20-20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે.

Next Story