Connect Gujarat
સ્પોર્ટ્સ

ભરૂચ : નેત્રંગની “આઈસ ગર્લ” દ્રષ્ટિ વસાવાના સબળ નેતૃત્વ થકી ટીમ ગુજરાતને સુર્વણ પદક એનાયત કરાયો

ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ટીમમાં નેત્રંગની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાએ સિનિયર ગર્લની ટીમને નેતૃત્વ પુરૂં પાડ્યું હતું.

ભરૂચ : નેત્રંગની “આઈસ ગર્લ” દ્રષ્ટિ વસાવાના સબળ નેતૃત્વ થકી ટીમ ગુજરાતને સુર્વણ પદક એનાયત કરાયો
X

જમ્મુ કશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાયેલ ખેલો ઈન્ડીયા નેશનલ વિન્ટર ઓલ્મપિક ગેમ-૨૦૨૩ની ત્રીજી આવૃત્તિ ૧૦મી ફેબુઆરીથી ૧૪મી ફેબુઆરી દરમિયાન યોજાઈ હતી.આ સ્પર્ધામાં દેશ તરફથી જુદા- જુદા ૧૮ રાજ્યોના ખેલાડીઓએ ખેલો ઈન્ડીયા નેશનલ વિન્ટર ગેમમાં ભાગ લીધો હતો.ગુલમર્ગ ખાતે સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો.


ગુજરાતની ટીમે ભરૂચના નેત્રંગની આઈસ ગર્લના સબળ નેતૃત્વએ ગુજરાતની ટીમને સુવર્ણ પદક અપાવ્યો છે.જ્યારે સિલ્વર પદક રાજસ્થાનની ટીમને,બ્રોન્ઝ-૧ પદક દિલ્હી તથા બ્રાન્ઝ-૨ પદક તામિલનાડુની ટીમને એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ટીમ ગેમ વુમનમાં ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ટીમમાં નેત્રંગની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાએ સિનિયર ગર્લની ટીમને નેતૃત્વ પુરૂં પાડ્યું હતું. જેમાં સુરતની સીમરન અગ્રવાલ અને વિશ્વા સહિત તાપી જિલ્લાની ખ્યાતિ ગામીતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની ટીમને સુર્વણ પદક એનાયત કરાતા સમગ્ર પરીવારજનો અને આદિવાસી વિસ્તારમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.

Next Story