Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL-2022ની ફાઇનલમાં ફિક્સિંગ થયું હોવાનો BJP નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીનો BCCI પર આક્ષેપ..!

સુબ્રહ્મણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું છે કે, ઈન્ટેલિજન્સ એજન્સીઓનું માનવું છે કે, IPLના રિઝલ્ટમાં કૌભાંડ કરવામાં આવ્યું હતું

IPL-2022ની ફાઇનલમાં ફિક્સિંગ થયું હોવાનો BJP નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીનો BCCI પર આક્ષેપ..!
X

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI) પર BJP નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ IPL ફાઇનલમાં ફિક્સિંગ થયું હોવાનો આક્ષેપ કર્યો છે. તેઓએ IPL 2022ની ગુજરાત ટાઈટન અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં ફિક્સિંગ થયું હોવાનો આરોપ લગાવ્યો છે.

જોકે, સુબ્રહ્મણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું છે કે, ઈન્ટેલિજન્સ એજન્સીઓનું માનવું છે કે, IPLના રિઝલ્ટમાં કૌભાંડ કરવામાં આવ્યું હતું. જે માટે તપાસની જરૂરિયાત છે, અને એ માટે જાહેરહિતની અરજી કરવાની પણ જરૂરિયાત વર્તાય રહી છે. IPL 2022ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સે મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને ટ્રોફીને પોતાના નામે કરી લીધી હતી. રાજસ્થાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બોટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા.

જવાબમાં ગુજરાત ટાઈટન્સે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી હતી. આ જીત બાદ ગુજરાત ટાઈટન્સ ટીમ પર BCCI તરફથી સારી એવી ધનવર્ષા પણ કરવામાં હતી, અને તેને ટ્રોફીની સાથે 20 કરોડ રૂપિયાના પ્રાઈઝ મની મળ્યા હતા. સાથે જ રનર-અપ ટીમ રાજસ્થાન રોયલને પણ 12.5 કરોડ રૂપિયા મળ્યા હતા. તો ત્રીજા નંબર પર રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમને પણ રૂપિયા 7 કરોડ અને ચોથા નંબરે રહેલી લખનઉ સુપર જાયંટ્સની ટીમને 6.5 કરોડ રૂપિયાની કેશ પ્રાઈઝ આપવામાં આવી હતી. જોકે, સુબ્રહ્મણ્યમ સ્વામીએ કરેલા આક્ષેપની આ પોસ્ટે નવી ચર્ચા શરૂ કરી દીધી છે, ત્યારે હવે સોશિયલ મીડિયા યુઝર્સ BCCI અને રાજસ્થાન રોયલ્સને સવાલ પૂછી રહ્યા છે.

Next Story