Connect Gujarat
સ્પોર્ટ્સ

ક્રિકેટ: રણજી ટ્રોફીના કાર્યક્રમમાં થયો મોટો ફેરફાર,વાંચો ક્યારથી રમાશે ટુર્નામેટ

ભારતીય ક્રિકેટ બોર્ડે દેશમાં ડોમેસ્ટિક ક્રિકેટ 2021-22 રણજી ટ્રોફી ટુર્નામેન્ટ 5 જાન્યુઆરીથી 20 માર્ચ દરમિયાન રમાશે.

ક્રિકેટ: રણજી ટ્રોફીના કાર્યક્રમમાં થયો મોટો ફેરફાર,વાંચો ક્યારથી રમાશે ટુર્નામેટ
X

ભારતીય ક્રિકેટ બોર્ડે દેશમાં ડોમેસ્ટિક ક્રિકેટ માટે નવું શિડ્યૂલ જાહેર કર્યું છે. જેમાં 2021-22 રણજી ટ્રોફી ટુર્નામેન્ટ 5 જાન્યુઆરીથી 20 માર્ચ દરમિયાન રમાશે.કોરોના રોગચાળાને કારણે ગત સિઝનમાં રણજી ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું ન હતું, કારણ કે, તે 38 ટીમો માટે બાયો બબલ તૈયાર કરવામાં 'લોજિસ્ટિક' અવરોધોનો સામનો કરવો પડે તેવો હતો. સિઝનની શરૂઆત મહિલા અંડર -19 વનડે ટૂર્નામેન્ટથી થશે.

આ ઇવેન્ટ 20 સપ્ટેમ્બરથી 18 ઓક્ટોબર સુધી રમાશે. BCCIના ડોમેસ્ટિક કેલેન્ડરની આ સિઝનમાં રણજી ટ્રોફી રમાશે, પરંતુ સિનિયર પુરુષ ક્રિકેટની શરૂઆત 27 ઓક્ટોબરથી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સાથે થશે, જે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) પછી યોજાશે. જેથી શ્રેષ્ઠ ક્રિકેટરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય. આ ટુર્નામેન્ટ 22 નવેમ્બર સુધી ચાલશે. વિજય હજારે ટ્રોફી (વનડે ટૂર્નામેન્ટ) 1 થી 29 ડિસેમ્બર દરમિયાન રમાશે, જ્યારે વરિષ્ઠ મહિલા ટીમ 20 ઓક્ટોબરથી 20 નવેમ્બર દરમિયાન તેની પ્રથમ ટુર્નામેન્ટ (વનડે ટુર્નામેન્ટ) રમશે. અગાઉ રણજી ટ્રોફી નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન યોજાવાની હતી. પરંતુ ઘણા રાજ્ય સંગઠનોએ ટી 20 અને વનડે ટુર્નામેન્ટ પછી તેને પૂર્ણ કરવાની માંગ કરી હતી.BCCI એ આ માંગ સ્વીકારી છે.

સિઝનની શરૂઆત 20 સપ્ટેમ્બરે મહિલા અને પુરુષોની અંડર -19 વનડે (વિનુ માંકડ) સાથે થશે અને ત્યારબાદ અંડર -19 ચેલેન્જર ટ્રોફી અનુક્રમે 25 અને 26 ઓક્ટોબરે મહિલાઓ અને પુરુષો બંને માટે અપાશે. અંડર -25 (રાજ્ય એ) વનડે 9 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન શરૂ થશે, જ્યારે સીકે નાયડુ ટ્રોફી (ગયા વર્ષના અંડર -23 થી હવે અંડર -25) 6 જાન્યુઆરીથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલશે.

Next Story