Connect Gujarat
સ્પોર્ટ્સ

શ્રીનગરના ગુલમર્ગમાં યોજાયેલ નેશનલ આઈસ સ્ટોક વિન્ટર ચેમ્પિયનશીપમાં ડાંગના રમતવીરોએ ગૌરવ વધાર્યું...

ડાંગ જિલ્લાના રમતવીરો હવે રાજ્ય નહીં પરંતુ રાજ્ય બહાર પણ પોતાના જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે

શ્રીનગરના ગુલમર્ગમાં યોજાયેલ નેશનલ આઈસ સ્ટોક વિન્ટર ચેમ્પિયનશીપમાં ડાંગના રમતવીરોએ ગૌરવ વધાર્યું...
X

ડાંગ જિલ્લાના રમતવીરો હવે રાજ્ય નહીં પરંતુ રાજ્ય બહાર પણ પોતાના જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે, ત્યારે શ્રીનગરના ગુલમર્ગ ખાતે યોજાયેલ નેશનલ આઈસ સ્ટોક વિન્ટર ચેમ્પિયનશીપમાં ડાંગના રમતવીરોએ ગુજરાત સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ૮મી નેશનલ આઈસ સ્ટોક વિન્ટર ચેમ્પિયનશીપ-૨૦૨૨માં ડાંગના યુવા રમતવીર પૃથ્વી ભોયેએ બ્રોન્ઝ મેડલ મેળવી, ડાંગ અને ગુજરાતનું નામ રોશન કર્યુ છે. તાજેતરમાં શ્રીનગરના ગુલમર્ગ ખાતે યોજાયેલી નેશનલ આઈસ સ્ટોક વિન્ટર ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યમાંથી કુલ ૧૨ રમતવીરોએ ભાગ લીધો હતો.

જેમાં આહવા મુકામે રહેતા પૃથ્વી ભોયેએ પણ મેડલ પ્રાપ્ત કરી ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ચેમ્પિયનશીપમા ગુજરાત સહિત ૧૭ રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના ૧૨ ખેલાડીઓ પૈકી ૯ ખેલાડીઓએ મેડલ્સ જીત્યા છે. જેમાં બહેનોમાં ખ્યાતી ગામિત-સિલ્વર, દ્રષ્ટિ વસાવા-બ્રોન્ઝ, જલોરમી પંચાલ-બ્રોન્ઝ, પરીના પટેલ-બ્રોન્ઝ, અને હની પટેલ-બ્રોન્ઝ, તથા ભાઈઓમાં પ્રવિણ શર્મા-બ્રોન્ઝ, પૃથ્વી ભોયે-બ્રોન્ઝ, પ્રિન્સ પટેલ-બ્રોન્ઝ અને પાર્થિવ રાંદેરી-બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આઈસ સ્ટોક સ્પોર્ટસ ફેડરેશન ઓફ ગુજરાત, અને તેના કોચ વિકાસ વર્માએ યુવા રમતવીરોને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે.

Next Story