Connect Gujarat
સ્પોર્ટ્સ

ઓસ્ટ્રિલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્ન અને પુત્રનો બાઈક રાઈડીંગ દરમ્યાન અકસ્માત

ઓસ્ટ્રિલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્ન અને પુત્રનો બાઈક રાઈડીંગ દરમ્યાન અકસ્માત
X

ઓસ્ટ્રેલિયન પૂર્વ સ્પિનર શેન વોર્ન અને તેમના પુત્ર બાઈક રાઈડીંગ દરમિયાન એક્સિડેન્ટ થયો છે. સિડની મોર્નિંગ હેરાલ્ડ ન્યૂઝ કોર્પના જણાવ્યા પ્રમાણે, વોર્ન પોતાના પુત્ર સાથે બાઈક રાઈડીંગ માટે નીકળ્યો હતો. આ દરમિયાન કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગયું અને 15 મીટર સુધી ઘસડાયા છે.પિતા-પુત્રને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. એવામાં મીડિયાના અહેવાલો પ્રમાણે, શેન વોર્નના પુત્ર જેક્સનને ગંભીર ઈજા પહોંચી છે.બાઈક અકસ્માત પછી શેન વોર્ને કહ્યું હતું કે હું અત્યારે ઈજાગ્રસ્ત છું અને ઘણો દુઃખી પણ છું.

જોકે આ દરમિયાન હું ગંભીર દુર્ઘટના થી બચી ગયો પરંતુ બીજા દિવસે સવારે મને અસહ્ય પીડા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વધારે ઈન્જરી હોવાની શંકા જતા શેન વોર્ન તાત્કાલિક હોસ્પિટલ ગયો હતો. સિડની મોર્નિંગ હેરાલ્ડ અહેવાલ પ્રમાણે શેન વોર્ન અકસ્માત પછી 15 મીટર સુધી ધસેડાયો હતો.મીડિયાના અહેવાલ પ્રમાણે, શેન વોર્ન ની તબિયત સ્થિર છે અને જોખમથી બહાર છે. એવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે જો શેન વોર્ન સ્વસ્થ થઈ જશે તો તે એશિઝ સિરીઝની પહેલી મેચથી કોમેન્ટરી કરવાનું પણ શરૂ કરી દેશે. આ મેચ 8 ડિસેમ્બરથી રમવા જઈ રહી છે.

Next Story