ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની સુરક્ષામાં વધારો, મળશે Z શ્રેણીની સુરક્ષા

પશ્ચિમ બંગાળ સરકારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની સુરક્ષા વધારવાનો નિર્ણય કર્યો છે.

New Update

પશ્ચિમ બંગાળ સરકારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની સુરક્ષા વધારવાનો નિર્ણય કર્યો છે. મમતા બેનર્જી સરકાર હવે ગાંગુલીને Z શ્રેણીની સુરક્ષા આપશે. નવી સુરક્ષા વ્યવસ્થા હેઠળ પૂર્વ બીસીસીઆઈ પ્રમુખની સુરક્ષા આઠથી દસ પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવશે. દાદા પહેલાથી જ Y લેવલની સુરક્ષાના વર્તુળમાં રહેતા હતા. હવે આમાં વધારો કરીને ગાંગુલી કે જેઓ BCCI અધ્યક્ષ હતા તેમને Z સ્તરની સુરક્ષા આપવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, સૌરવ ગાંગુલી દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવા અંગે કોઈ વિનંતી કરવામાં આવી નથી. બંગાળ સરકારે તેની નોંધ લેતા સુરક્ષા વ્યવસ્થા વધારવાનો નિર્ણય લીધો છે. દાદાની સુરક્ષા પર કોઈ ખતરો છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.

Advertisment