Connect Gujarat
સ્પોર્ટ્સ

કેનેડા ક્રિકેટ ટીમમાં ગુજરાતના યુવકની થઈ પસંદગી, જાણો મૂળ ક્યાંનો છે!

દુનિયાના અલગ અલગ દેશોની ક્રિકેટ ટીમોમાં મોટા પ્રમાણમાં ગુજરાતીઓનો સમાવેશ કરાય છે.

કેનેડા ક્રિકેટ ટીમમાં ગુજરાતના યુવકની થઈ પસંદગી, જાણો મૂળ ક્યાંનો છે!
X

દુનિયાના અલગ અલગ દેશોની ક્રિકેટ ટીમોમાં મોટા પ્રમાણમાં ગુજરાતીઓનો સમાવેશ કરાય છે. આ યાદીમાં નવસારીના જશ શાહનું નામ ઉમેરાયું છે. નવસારીના આ યુવકે કેનેડાની ટીમમાં સ્થાન મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. નોંધનીય છે કે કેનેડાની આ ટીમનો કેપ્ટન પણ મૂળ ગુજરાતી મિહિર પટેલ છે.

મૂળ નવસારીના અને કેનેડામાં સ્થાયી થયેલા જશ હિમાંશુ શાહનું કેનેડા ઇન્ટરનેશનલ ક્રિકેટ અંડર 19 ટીમમાં સિલેક્શન થયું છે. આગામી 14 જાન્યુઆરી 2022થી કેરેબિયન દેશો ખાતે 14 દેશો વચ્ચે રમાનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ માટે જશ હિમાંશુ શાહને કેનેડા ઇન્ટરનેશનલ ક્રિકેટ અંડર 19 ટીમમાં સ્થાન મળતા પરિવારમાં ખુશીનો માહોલ છે. જશ હિમાંશુ શાહનું કેનેડા ઇન્ટરનેશનલ ક્રિકેટ અંડર 19 ટીમમાં સીલેક્શન થયું હોવાની ક્રિકેટ કેનેડાએ પોતાના ઓફિશિયલ પેજ પર જાહેરાત કરી છે. ક્રિકેટ કેનેડા દ્વારા ટીમના તમામ સભ્યોનાં નામોની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના ક્રિકેટરો વિશ્વની અનેક ટીમોમાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યા છે. તાજેતરમાં જ ન્યૂઝિલેન્ડના મૂળ ગુજરાતી બોલર એઝાઝ પટેલે ભારત સામે બીજી ટેસ્ટમાં તરખાટ મચાવ્યો હતો. એણે ભારતની તમામ 10 વિકેટો ઝડપી અનિલ કુંબલેના રેકોર્ડની બરોબરી કરી હતી. મૂળ ગુજરાતી એઝાન પટેલનો જન્મ અને ઉછેર મુંબઇની જોગેશ્વરી વિસ્તારમાં છ વર્ષની ઉંમર સુધી થયો હતો. ત્યારબાદ 1996માં એઝાઝના માતા પિતા ન્યૂઝિલેન્ડ જતા રહ્યા હતા. એજાઝ પટેલે નિલોફર પટેલ સાથે લગ્ન કર્યા છે. નિલોફર જોબ કરે છે. એઝાઝ એક સંતાનનો પિતા છે.

Next Story