Connect Gujarat
સ્પોર્ટ્સ

કેવી રીતે કરશે હાર્દિક પંડ્યા કપ્તાની... કોની સ્ટાઈલ અપનાવશે? વાંચો

ફિટનેસની સમસ્યા અને બોલિંગ કરવામાં અસમર્થતાને કારણે ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયેલા હાર્દિક પંડ્યા માટે IPL-2022ની સિઝન ખૂબ જ ખાસ બની

કેવી રીતે કરશે હાર્દિક પંડ્યા કપ્તાની... કોની સ્ટાઈલ અપનાવશે? વાંચો
X

ફિટનેસની સમસ્યા અને બોલિંગ કરવામાં અસમર્થતાને કારણે ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયેલા હાર્દિક પંડ્યા માટે IPL-2022ની સિઝન ખૂબ જ ખાસ બની રહી છે. તે પહેલીવાર IPLમાં જોડાઈ રહેલી અમદાવાદની ટીમની કમાન સંભાળતો જોવા મળશે. અમદાવાદે હાર્દિક પંડ્યાને તેના પ્રથમ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે અમદાવાદે હાર્દિકની સાથે રાશિદ ખાન અને શુભમન ગિલને પણ ટીમમાં સામેલ કર્યા છે.

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કેપ્ટનશિપને લઈને મોટું નિવેદન આપ્યું છે. હાર્દિક પંડ્યાએ કહ્યું છે કે તે પોતાની કેપ્ટનશીપમાં ત્રણ ખેલાડીઓનું મિશ્રણ અપનાવવાનો પ્રયાસ કરશે. તેના મતે કેપ્ટન માટે કંઈ નક્કી નથી પરંતુ તે મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસેથી શીખવાનો પ્રયાસ કરશે. હાર્દિકે કહ્યું 'કેપ્ટન્સી માટે હું વિરાટની આક્રમક શૈલી અને ભાવના પસંદ કરીશ ખેલાડીઓને સ્વતંત્રતા આપીને મહેન્દ્ર સિંહ ધોનીના સંયમ અને રોહિતની રમવાની શૈલીમાંથી શીખીશ.

આ સાથે હાર્દિક પંડ્યાએ એમ પણ કહ્યું કે તે સતત બોલિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તે ટીમ ઈન્ડિયામાં વાપસીની તૈયારી પણ કરી રહ્યો છે. હાર્દિકે કહ્યું કે જો તે માત્ર બેટ્સમેન તરીકે નહીં પરંતુ બેટ્સમેન અને બોલર તરીકે મેદાન પર આવે તો સારું. પંડ્યાએ કહ્યું કે બોલિંગ ન કરી શકવી એ તેના માટે પડકારજનક છે અને તે રમતના ત્રણેય વિભાગોમાં યોગદાન આપવા માંગે છે. મુંબઈ ઈન્ડિયન્સ સાથે આઈપીએલ કરિયરની શરૂઆત કરનાર હાર્દિક પંડ્યાએ મુંબઈની ટીમના વખાણ કરતા કહ્યું કે મુંબઈ તેની પ્રથમ આઈપીએલ ટીમ છે ત્યાંથી તેને ભારતીય ટીમમાં તક મળી અને તેના જીવનમાં ઘણા બદલાવ આવ્યા.

Next Story