Connect Gujarat
સ્પોર્ટ્સ

CSK vs KKRની મેચમાં કેમેરામેને મહિલા ફેન પર કર્યું ફોકસ, સોશિયલ મીડિયામાં થય ગઈ વાયરલ, જાણો કોણ છે તે.!

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 26 માર્ચથી શરૂ થઈ છે. પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને હરાવ્યું.

CSK vs KKRની મેચમાં કેમેરામેને મહિલા ફેન પર કર્યું ફોકસ, સોશિયલ મીડિયામાં થય ગઈ વાયરલ, જાણો કોણ છે તે.!
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 26 માર્ચથી શરૂ થઈ છે. પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને હરાવ્યું. આ મેચમાં કેમેરામેને એક મહિલા ફેન પર ફોકસ કર્યું હતું. તેનો વીડિયો વાયરલ થતાની સાથે જ તે ફેન મિસ્ટ્રી ગર્લ બની ગઈ હતી.

સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટો શેર કરીને ફેન્સ પૂછવા લાગ્યા કે આ છોકરી કોણ છે? આ દરમિયાન કેમેરામેનને પણ ટ્રોલ કરવામાં આવ્યો હતો. ઘણા લોકોએ ટ્વીટ કરીને લખ્યું છે કે પહેલી મેચ યોજાતા જ કેમેરામેને પોતાનું કામ શરૂ કરી દીધું છે.

તમને જણાવી દઈએ કે આ મિસ્ટ્રી ગર્લનું નામ છે દેવિકા નાયર. તે એક વ્યાવસાયિક ડિજિટલ માર્કેટર છે. આ વાત ખુદ દેવિકાએ કહી છે. દેવિકાએ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ ફોટા અને મીમ્સના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. પોતાની લોકપ્રિયતા અંગે દેવિકાએ કહ્યું કે આ એક દિવસ મારા માટે સૌથી રોમાંચક અને શાનદાર દિવસો પૈકીનો એક છે. મને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. હું આ વિશે અભિભૂત છું. લોકોએ આપેલા પ્રેમ માટે દરેકનો આભાર.

Next Story