Connect Gujarat
સ્પોર્ટ્સ

IND VS SA Test Match : રાહુલ પાસેથી બેવડી સદીની અપેક્ષા, રહાણે પર છે નજર

દક્ષિણ આફ્રિકા ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમ જોરદાર સ્કોર બનાવવા માંગશે.

IND VS SA Test Match : રાહુલ પાસેથી બેવડી સદીની અપેક્ષા, રહાણે પર છે નજર
X

દક્ષિણ આફ્રિકા ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમ જોરદાર સ્કોર બનાવવા માંગશે. વરસાદના કારણે બીજા દિવસની રમત સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી અને એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. પરિણામે બીજા દિવસના અંતે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 272 રન પર રોકાઈ ગયો હતો. ઓપનર કેએલ રાહુલ 122 અને મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણે 40 રન બનાવીને ક્રિઝ પર છે.

મેચના ત્રીજા દિવસે ભારતીય ચાહકોની નજર કેએલ રાહુલ પર રહેશે. ખરેખર, દક્ષિણ આફ્રિકાની ધરતી પર અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન બેવડી સદી ફટકારી શક્યો નથી. જો રાહુલ બેવડી સદી કરશે તો તેનું નામ ઈતિહાસના પાનામાં નોંધાઈ જશે. દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ સ્કોરનો રેકોર્ડ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે તેંડુલકરે જાન્યુઆરી 1997માં કેપટાઉન ટેસ્ટમાં 169 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં કેએલ રાહુલ તેંડુલકરના રેકોર્ડથી માત્ર 47 રન દૂર છે.

બીજી તરફ વાત કરીએ તો ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા અજિંક્ય રહાણેને સેન્ચુરિયન ટેસ્ટમાં તક મળી છે. રહાણે અત્યાર સુધી પ્રથમ દાવમાં ઘણો મજબૂત દેખાઈ રહ્યો છે અને તેનામાં જૂના ફોર્મની ઝલક જોવા મળી રહી છે. હવે રહાણે ત્રીજા દિવસે સદી રમીને ટીકાકારોને જોરદાર જવાબ આપી શકે છે. કોઈપણ રીતે, રહાણેને સદી ફટકાર્યાને એક વર્ષ થઈ ગયું છે. રહાણેએ તેની છેલ્લી સદી ગયા વર્ષે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે બોક્સિંગ ડે ટેસ્ટમાં ફટકારી હતી. રહાણેએ મેલબોર્નમાં રમાયેલી મેચમાં 112 રન બનાવ્યા હતા.

Next Story