IND Vs SL: ટીમ ઇન્ડિયાને 10મો ફટકો! વધુ એક સ્ટાર ખેલાડી T20 સીરિઝમાંથી થઈ શકે છે બહાર

New Update

બીજી મૅચ પહેલા કૃણાલ પંડ્યા કોરોના પોઝીટીવ થયો જેના કારણે 9 ખેલાડી પણ સિરીઝથી બહાર થઇ ગયા છે. જે બાદ ટીમ ઇન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. હવે અન્ય એક ખેલાડી સિરીઝથી બહાર થઇ જશે તેવી સંભાવનાઓ છે.

શ્રીલંકા પ્રવાસ દરમિયાન બૉલિંગના કોચ પારસે નવદીપની ઇજાને લઇને અપડેટ આપી છે. તેમણે કહ્યું કે, નવદીપના કેસમાં મેડિકલ ટીમે નજર રાખેલી છે અને તે જે પ્રકારનો નિર્ણય આપશે તે પ્રમાણે જ ડિસીઝન લેવાશે. સિલેક્ટર્સને જે પણ અપડેટ હશે તે આપી દેવામાં આવશે. નવદીપ સૈનીની ઇજા ગંભીર હશે તો તે ટી 20 સિરીઝમાંથી બહાર થનારો 10મો ખેલાડી હશે.

નવદીપ સૈની બીજી ટી ટ્વેન્ટી મેચ દરમ્યાન કેચ પકડવા જતા ઇજાગ્રસ્ત થયો હતો અને તેને હાથના ભાગે ઇજા પહોંચી હતી.કોરોનાગ્રસ્ત કૃણાલ પંડયાના સંપર્કમાં આવેલા 9 ભારતીય ખેલાડીયોને T20 શ્રેણીમાંથી બહાર કરવામાં આવશે. પૃથ્વી શૉ, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, ઇશાન કિશન, દેવદત્ત પડિક્કલ અને કૃષ્ણપ્પા ગૌતમ T20 શ્રેણી રમી શકશે નહીં. માનવામાં આવી રહ્યું કે, આ બધા ખેલાડીઓ કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવ્યા હતા. જોકે હજી સુધી તેની કોઈ આધિકારિક જાહેરાત કરવામાં આવી નથી.

Latest Stories