Home > સ્પોર્ટ્સ > પ્રથમ ઈનિંગમાં ભારત 416 રનમાં ઓલ આઉટ, સ્ટુઅર્ટ બ્રોડે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની સૌથી મોંઘી ઓવર ફેકી
પ્રથમ ઈનિંગમાં ભારત 416 રનમાં ઓલ આઉટ, સ્ટુઅર્ટ બ્રોડે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની સૌથી મોંઘી ઓવર ફેકી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5મી ટેસ્ટ બર્મિંગહામમાં રમાઈ રહી છે. પ્રથમ ઈનિંગમાં ભારત 416 રનમાં ઓલ આઉટ થયું છે. એન્ડરસને 5 વિકેટ લીધી છે.
BY Connect Gujarat Desk2 July 2022 11:18 AM GMT

X
Connect Gujarat Desk2 July 2022 11:18 AM GMT
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5મી ટેસ્ટ બર્મિંગહામમાં રમાઈ રહી છે. પ્રથમ ઈનિંગમાં ભારત 416 રનમાં ઓલ આઉટ થયું છે. એન્ડરસને 5 વિકેટ લીધી છે. આ ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજાએ શાનદાર સદી ફટકારી છે. તેની ટેસ્ટ કેરિયરની આ ત્રીજી સદી છે.13 ચોગ્ગાની મદદથી 183 બોલમાં તેણે સદી પૂરી કરી હતી.જાડેજા 104 રન બનાવી આઉટ થયો હતો. વિદેશી ધરતી પર જાડેજાની આ પ્રથમ સદી છે. એક સમયે 98 રન પર ભારતની 5 વિકેટ પડી હતી. પંત અને જાડેજાએ ભારતને સન્માનજક સ્કોરે પહોંચાડ્યું છે. મેચની 84મી ઓવરમાં 35 રન બન્યા હતા. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. આ ઓવર સ્ટુઅર્ટ બ્રોડે ફેકી હતી. આજ સુધી ટેસ્ટ મેચની એક ઓવરમાં આટલા રન બન્યા જ નથી. આ પહેલા એક ઓવરમાં 28 રન બન્યા હતા.ઈંગ્લન્ડ વતી જેમ્સ એન્ડરસને 5 વિકેટ, મેથ્યુ પોટ્સે 2 વિકેટ તેમજ સ્ટુઅર્ટ બ્રોડ, બેન સ્ટોક્સ અને જો રૂટે એક એક વિકેટ લીધી છે.
Next Story