Connect Gujarat
સ્પોર્ટ્સ

ઇન્ડિયન ક્રિકેટ ટીમ : પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બે ટીમો સામે 50 થી વધુ કેચ પકડનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

કોહલી બે ટીમો સામે 50 થી વધુ કેચ પકડનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

ઇન્ડિયન ક્રિકેટ ટીમ : પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બે ટીમો સામે 50 થી વધુ કેચ પકડનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો
X

ઈંગ્લેન્ડે બર્મિંગહામ ટેસ્ટના પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 284 રન બનાવ્યા હતા. આ દરમિયાન જોની બેયરસ્ટોએ ટીમ માટે સદી ફટકારી હતી. જ્યારે ભારત તરફથી મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહે 3 વિકેટ લીધી હતી. આ ઈનિંગ દરમિયાન પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો હતો. કોહલી બે ટીમો સામે 50 થી વધુ કેચ પકડનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.

ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ દરમિયાન વિરાટ કોહલીએ જોની બેરસ્ટોનો કેચ લીધો હતો. આ કેચ સાથે તેણે ઈંગ્લેન્ડ તરફથી રમતા 50 કેચ પૂરા કર્યા. જ્યારે તેણે ઓસ્ટ્રેલિયા સામે 55 કેચ પકડ્યા છે. કોહલી ભારત તરફથી રમતા કોઈપણ બે ટીમો સામે 50 થી વધુ કેચ પકડનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. જો ટેસ્ટ મેચમાં સૌથી વધુ કેચ લેવાની વાત કરીએ તો આ રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. તેણે 210 કેચ લીધા છે.

નોંધપાત્ર વાત એ છે કે, ભારતે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 416 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 284 રન બનાવ્યા હતા. હવે ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગ રમી રહી છે. ભારતની શરૂઆત પ્રથમ દાવની જેમ બીજી ઈનિંગમાં પણ સારી રહી ન હતી. ભારતની પ્રથમ વિકેટ માત્ર 4 રનના સ્કોર પર પડી હતી. ઓપનર શુભમન ગિલને જેમ્સ એન્ડરસને આઉટ કર્યો હતો.

Next Story