Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારતની સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ સિંગાપુર વેટલિફ્ટીંગ ઈંટરનેશનલમાં જીત્યો ગોલ્ડ મેડલ

ભારતની સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ શુક્રવારે સિંગાપુર વેટલિફ્ટીંગ ઈંટરનેશનલમાં ગોલ્ડ મેડલ જીત્યો

ભારતની સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ સિંગાપુર વેટલિફ્ટીંગ ઈંટરનેશનલમાં જીત્યો ગોલ્ડ મેડલ
X

ભારતની સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ શુક્રવારે સિંગાપુર વેટલિફ્ટીંગ ઈંટરનેશનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેની સાથે જ તેમણે કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વાલીફાઈ કરી લીધું છે. તેઓ હવે કોમનવેલ્થ ગેમ્સમાં 55 કિગ્રા ભાર વર્ગમાં વેટલિફ્ટીંગ કરતા દેખાશે.

ચાનૂએ પહેલીવાર કોઈ હરીફાઈમાં 55 કિગ્રા ભાર વર્ગમાં ભાગ લીધો છે. તેમણે અહીં કુલ 191 કિલોગ્રામ ભાર ઉઠાવ્યો હતો. તેમને કઈ ખિલાડીથી ટક્કર મળી નહીં. બીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાની જેસિકા સેવાસ્ટેંકો રહી, તેણે કુલ 167 કિગ્રા વજન ઉચક્યો હતો. મલેશિયાની એલી કેસેંડ્રા એંગલબર્ટ 165 કિગ્રા સાથે ત્રીજા નંબર રહી હતી

ગત વર્ષે ટોક્યો ઓલંપિકમાં રજત પદક જીત્યા બાદ આ પ્રથમ હરીફાઈ હતી, ઓલંપિક બાદ ડિસેમ્બરમાં તે વિશ્વ ચેમ્પિયનશિપમાંથી હટી ગયા હતા. 27 વર્ષિય ચાનૂ કોમનવેસ્થ રેંકીંગના આધાર પર 49 કિગ્રામ ભાર વર્ગમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વાલિફાઈ કરી ચુકી હતી. જો કે, ભારતને વધારે સ્વર્ણ પદક અપાવાની સંભાવના વધારવા માટે ચાનૂએ 55 કિગ્રા ભારવર્ગમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો

Next Story