Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2022: જૂની ટીમ સામે ચહલનો બેસ્ટ સ્પેલ, પત્ની ધનશ્રીનુ રિએકશનનો વિડિયો થયો વાયરલ

RR નો લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ IPL 2022માં સારું પ્રદર્શન કરી રહ્યો છે. ચહલે તેની જૂની ટીમ RCB સામે પણ બોલ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

IPL 2022: જૂની ટીમ સામે ચહલનો બેસ્ટ સ્પેલ, પત્ની ધનશ્રીનુ રિએકશનનો વિડિયો થયો વાયરલ
X

રાજસ્થાન રોયલ્સ (RR)નો લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ IPL 2022માં સારું પ્રદર્શન કરી રહ્યો છે. ચહલે તેની જૂની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે પણ બોલ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચહલે પોતાની પહેલી જ ઓવરમાં આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને આઉટ કર્યો હતો. ત્યારપછી ચહલની બીજી ઓવરમાં ઈંગ્લિશ બેટ્સમેન ડેવિડ વિલી પણ આ સ્પિન બોલરની જાળમાં ફસાઈ ગયો હતો. આ સિવાય ચહલે વિરાટ કોહલીને આઉટ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી, ચહલે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ચહલની શાનદાર બોલિંગ છતાં રાજસ્થાન રોયલ્સને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

મેચ દરમિયાન ચહલની પત્ની ધનશ્રી વર્મા પણ સ્ટેન્ડ પરથી તેના પતિને ચીયર કરતી જોવા મળી હતી. નવમી ઓવરમાં જ્યારે ચહલે ડેવિડ વિલીને આઉટ કર્યો ત્યારે ધનશ્રીની પ્રતિક્રિયા જોવા જેવી હતી. ધનશ્રી ખુશી વ્યક્ત કરતા પોતાની જાતને રોકી ન શકી. ધનશ્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ ડિસેમ્બર 2020 માં લગ્ન કર્યા હતા. ધનશ્રી એક શાનદાર કોરિયોગ્રાફર છે અને તેના ડાન્સના વીડિયો ખૂબ વાયરલ થાય છે. ધનશ્રીની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. જેના 25.9 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. ધનશ્રી બોલિવૂડ ગીતો રિક્રિએટ કરે છે. આ ઉપરાંત તે હિપ-હોપની તાલીમ પણ આપે છે.

Next Story