Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 91 રને હરાવ્યું, પ્લેઓફનો રસ્તો રસપ્રદ બન્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સએ રવિવારે સાંજે રમાયેલી મેચમાં ધમાકેદાર જીત મેળવી છે.

IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 91 રને હરાવ્યું, પ્લેઓફનો રસ્તો રસપ્રદ બન્યો
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સએ રવિવારે સાંજે રમાયેલી મેચમાં ધમાકેદાર જીત મેળવી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 208 રનનો મોટો સ્કોર બનાવ્યો અને દિલ્હી કેપિટલ્સને 91 રનથી હરાવ્યું. આ જીત સાથે ભલે ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ઓછી હોય પરંતુ તેણે હવે પોઈન્ટ ટેબલનું ગણિત રસપ્રદ બનાવી દીધું છે. 209 રનના મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ માત્ર 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી સ્પિનર મોઈન અલીએ 4 ઓવરમાં 13 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. મોઈન અલી સિવાય મુકેશ ચૌધરી, બ્રાવો અને સિમરનજીત સિંહે 2-2 વિકેટ લીધી હતી.


ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ છે પરંતુ દરેક જીત સાથે અન્ય ટીમોની રમત બગાડી શકે છે. દિલ્હીને 91 રનથી હરાવ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે ચાર જીત મેળવી છે અને તેનો નેટ રન રેટ પણ પ્લસમાં આવ્યો છે. ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા નંબર પર છે અને તેના માત્ર 8 પોઈન્ટ છે. જો ચેન્નાઈ તેની આવનારી 3 મેચ જીતી જાય છે તો તેના 14 પોઈન્ટ થઈ જશે અને પછી નેટ-રન રેટના આધારે તેની પાસે પ્લેઓફમાં પહોંચવાની તક છે.

Next Story