Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2022: મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે આજે ટક્કર, કરો યા મરોની જંગ

IPLની 33મી મેચમાં ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમો સામસામે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સ સતત 6 હાર બાદ બહાર થવાના આરે છે

IPL 2022: મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે આજે ટક્કર, કરો યા મરોની જંગ
X

IPLની 33મી મેચમાં ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમો સામસામે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સ સતત 6 હાર બાદ બહાર થવાના આરે છે તે ગુરુવારે અહીં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે જીત નોંધાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રહેવાની તેમની આશા જીવંત રાખવાની કોશિશ કરશે. આ મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે શરૂ થશે.

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ આ સિઝનમાં એક પણ મેચ જીતી શકી નથી અને જો તે ગુરુવારે હારી જશે તો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ પણ સારી સ્થિતિમાં નથી અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને મુંબઈથી માત્ર એક સ્થાન ઉપર છે. તેની ટીમ પણ છમાંથી પાંચ મેચ હારી ચૂકી છે

Next Story