Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની નવમી હર, કોલકાતાએ મુંબઇને 52 રને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની સોમવારે મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 52 રને હરાવ્યું.

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની નવમી હર, કોલકાતાએ મુંબઇને 52 રને હરાવ્યું
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની સોમવારે મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 52 રને હરાવ્યું. આ મોટી જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત થઈ ગઈ છે અને હવે પ્લેઓફની લડાઈ રસપ્રદ બની ગઈ છે.

કોલકાતાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 165 રન બનાવ્યા હતા, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ સ્કોર પણ મેળવી શકી ન હતી. મુંબઈની બેટિંગની હાલત એવી હતી કે છેલ્લી 6 વિકેટ માત્ર 13 રનમાં જ પડી ગઈ હતી અને મુંબઈ ઈન્ડિયન્સ માત્ર 113ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે આ મેચમાં પાંચ ફેરફાર કર્યા હતા તેણે બેટિંગમાં પણ તેની અસર દેખાડી. ટીમને જબરદસ્ત ઓપનિંગ મળી વેંકટેશ અય્યરે માત્ર 24 બોલમાં 43 રન બનાવ્યા. જોકે ટીમમાં વાપસી કરી રહેલો અજિંક્ય રહાણે આ મેચમાં પણ અજાયબી કરી શક્યો ન હતો અને 24 બોલમાં 25 રન જ બનાવી શક્યો હતો.

કોલકાતા માટે ધમાકો નીતિશ રાણાએ કર્યો હતો જેણે 4 છગ્ગા સાથે 43 રન બનાવ્યા હતા. નીતિશ રાણા સિવાય મિડલ ઓર્ડરમાં કોઈ બેટ્સમેન અજાયબી કરી શક્યો ન હતો. કારણ કે આ પછી મુંબઈ ઈન્ડિયન્સના જસપ્રીત બુમરાહે તબાહી મચાવી હતી અને માત્ર 9 બોલમાં 5 વિકેટ ઝડપી હતી.

Next Story