Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL Mega Auction : હરાજીની આ ભૂલ શું પડશે ભારી?! ટીમોએ વિકેટકીપર પર સૌથી ઓછો કર્યો ખર્ચ

બેંગ્લોરમાં આયોજિત ઈન્ડિયમ પ્રીમિયર લીગ માટેની મેગા હરાજી પૂરી થઈ ગઈ છે. તમામ 10 ટીમોએ ખેલાડીઓને ખરીદ્યા છે.

IPL Mega Auction : હરાજીની આ ભૂલ શું પડશે ભારી?! ટીમોએ વિકેટકીપર પર સૌથી ઓછો કર્યો ખર્ચ
X

બેંગ્લોરમાં આયોજિત ઈન્ડિયમ પ્રીમિયર લીગ માટેની મેગા હરાજી પૂરી થઈ ગઈ છે. તમામ 10 ટીમોએ ખેલાડીઓને ખરીદ્યા છે. જોકે આ વખતે લગભગ તમામ ટીમોએ સામાન્ય ભૂલ કરી છે. એટલે કે વિકેટકીપર પર ઓછામાં ઓછા પૈસા ખર્ચ્યા છે. આ ભૂલ ટુર્નામેન્ટમાં ટીમોને ભારે પડી શકે છે. ત્રણ ટીમો લખનૌ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાં માત્ર 2-2 વિકેટકીપરનો સમાવેશ કર્યો છે. આ ત્રણેય ટીમો માટે ભારે પડી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સે વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને સૌથી વધુ 15.25 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો છે. જો તે ઈજાગ્રસ્ત થાય છે તો પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ પાસે એક જ વિકલ્પ બચશે. આ વિકલ્પ 20 વર્ષનો આર્યન જુયલ હશે. જુયલને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ રમવાનો બહુ અનુભવ નથી. આવી સ્થિતિમાં આ ભૂલ મુંબઈ માટે ભારે પડી શકે છે.

Next Story