Connect Gujarat
સ્પોર્ટ્સ

IPLમાંથી વિવોને 'ટાટા બાય બાય', ટાટા ગ્રુપ ટાઈટલ સ્પોન્સર બનશે..

ટાટા ગ્રુપે વિવોને ટાઈટલ સ્પોન્સર તરીકે રિપ્લેસ કર્યું છે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે પણ આ વાતની પુષ્ટિ કરી છે

IPLમાંથી વિવોને ટાટા બાય બાય, ટાટા ગ્રુપ ટાઈટલ સ્પોન્સર બનશે..
X

IPL 2022માં મોટા ફેરફારો જોવા મળશે. ટાઇટલ સ્પોન્સરિંગ મોબાઇલ કંપની Vivo એ લીગની સ્પોન્સરશિપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ટાટા ગ્રુપે વિવોને ટાઈટલ સ્પોન્સર તરીકે રિપ્લેસ કર્યું છે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે પણ આ વાતની પુષ્ટિ કરી છે. મંગળવારે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે હા, ટાટા ગ્રુપ IPL ટાઇટલ સ્પોન્સર તરીકે આવી રહ્યું છે.

આવનારી સીઝન એટલે કે આઈપીએલ 2022 ટાટા આઈપીએલ તરીકે ઓળખાશે. બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે વીવોએ અધિકારોના ટ્રાન્સફર માટે વિનંતી કરી હતી, જેને ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા પસાર કરવામાં આવી હતી. આ અધિકારોના ટ્રાન્સફરથી પણ બીસીસીઆઈને માત્ર 440 કરોડ રૂપિયા જ મળશે. વિવોને હજુ બે વર્ષની સ્પોન્સરશિપ બાકી હતી. હવે ટ્રાન્સફર પછી, ટાટા આટલા સમયગાળા (બે વર્ષ) માટે IPLને સ્પોન્સર કરશે.

વિવોએ 2018માં IPL માટે વાર્ષિક 440 કરોડમાં ટાઇટલ સ્પોન્સરશિપ ખરીદી હતી. ભારત-ચીન બોર્ડર સ્ટેન્ડઓફને કારણે આઈપીએલ 2020 સીઝનમાં ડીલ સ્થગિત કરવામાં આવી હતી. Vivo એ 2018 થી 2022 સુધીના પાંચ વર્ષ માટે IPL ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ રૂ. 2,190 કરોડમાં જીત્યા. અગ્રણી સ્માર્ટફોન બ્રાંડ IPL 2021માં પાછી આવી અને ભારત-ચીન વચ્ચેના મડાગાંઠને કારણે 2020માં ડ્રીમ11માં તેના સ્પોન્સરશિપ અધિકારો ગુમાવ્યા બાદ ટાઇટલને સ્પોન્સર કર્યું.

જો કે હવે કંપનીએ ફરીથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. Vivo બ્રાન્ડે હવે ટાટાને IPL અધિકારો ટ્રાન્સફર કરી દીધા છે. હવે આઈપીએલને ટાટા આઈપીએલ કહેવામાં આવશે. 2020 એડિશન માટે ડ્રીમ 11 આઇપીએલ ટાઇટલ સ્પોન્સર હતું. તેણે 222 કરોડ રૂપિયામાં સ્પોન્સરશિપ રાઇટ્સ જીત્યા. IPL 2020 કોરોનાના કારણે UAEમાં રમાઈ હતી.

Next Story