New Update
IPLમાં પ્લેઓફમાં પહોંચવા સંઘર્ષ કરી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સના વિંગમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાને કારણે IPLમાંથી બહાર થઈ ગયા છે.રિપોર્ટ મુજબ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સાથે મેચ દરમિયાન ફીલ્ડિંગ સમયે તેમને ઈજા થઈ હતી. જેના કારણે દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થયા ન હતા. ચેન્નાઈના હાલ 8 પોઈન્ટ છે અને તેમની 3 મેચ બાકી છે. ચેન્નાઈ એવી સ્થિતિમાં છે કે તેમને હવેની તમામ મેચ જીતીને 14 પોઈન્ટ પર મેળવવાના છે અને અન્ય ટીમની જીત પર નિર્ભર રહેવાનું છે. જો કે 4 ટીમના 14 પોઈન્ટ છે, તેવામાં રનરેટ પણ મહત્વની રહેશે.