Connect Gujarat
સ્પોર્ટ્સ

ન્યૂઝીલેન્ડ સામે ભૂંડી હાર બાદ કોહલીએ ધીરજ ગુમાવી, બેટ્સમેન પર બરાબરનો ભડક્યો

કેપ્ટન વિરાટ કોહલીની હાર થયા બાદ બેટ્સમેનો પર હારનું ઠીકરુ ફોડ્યુ. આ સાથે જણાવ્યું કે અમે બહાદૂરીપૂર્વક બેટીંગ કરી નથી

ન્યૂઝીલેન્ડ સામે ભૂંડી હાર બાદ કોહલીએ ધીરજ ગુમાવી, બેટ્સમેન પર બરાબરનો ભડક્યો
X

કેપ્ટન વિરાટ કોહલીની હાર થયા બાદ બેટ્સમેનો પર હારનું ઠીકરુ ફોડ્યુ. આ સાથે જણાવ્યું કે અમે બહાદૂરીપૂર્વક બેટીંગ કરી નથી. ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમની હાર થયા બાદ વિરાટ કોહલીએ કહ્યું, ન્યૂઝીલેન્ડ ટીમે પ્રથમ ઓવરથી અમારી પણ દબાણ બનાવ્યું હતુ. આ ખૂબ કપરો દિવસ હતો. અમે બેટીંગ અથવા બોલિંગ દરમ્યાન બહાદૂરીનું પ્રદર્શન કર્યુ નથી. અમે જ્યારે પણ એટેક કરવા ગયા ત્યારે અમે વિકેટ ગુમાવી છે. વિરાટ કોહલીએ કહ્યું, જ્યારે પણ ભારત માટે મેચ રમી રહ્યાં છો ત્યારે ચાહકોને તમારી પાસે વધુ આશા હોય છે.

ફક્ત પ્રશંસકોને નહીં પરંતુ ખેલાડી તરીકે પણ તમારે ઘણી આશા સાથે રમવાનુ હોય છે. જોકે, હજી ટુર્નામેન્ટમાં મેચ રમવાની બાકી છે. આગામી મેચમાં અમારે સકારાત્મક દ્રષ્ટિકોણથી મેચ રમવી પડશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે ટી-20 વર્લ્ડ કપમાં પોતાની શરૂઆતની બે મેચ ગુમાવી દીધી છે. પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું. હવે ન્યૂઝીલેન્ડ ટીમે ભારતને 8 વિકેટથી હરાવ્યું છે. હવે ભારતીય ટીમે આગામી મેચમાં અફઘાનિસ્તાન, નામીબિયા, સ્કોટલેન્ડને મોટા અંતરથી હરાવવુ પડશે. કારણકે તેનાથી નેટ રનરેટ સારી થાય. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને આ મેચમાં જીત પ્રાપ્ત કર્યા બાદ કહ્યું કે ભારત એક મજબુત ટીમ છે, એવામાં અમે મોટી ટીમ સામે ધમાકેદાર પ્રદર્શન કર્યુ છે. અમારા સ્પિનર, બોલરોએ મેચમાં સારું પ્રદર્શન કર્યુ છે. જેના કારણે આ જીત પ્રાપ્ત થઇ છે.

Next Story