Connect Gujarat
સ્પોર્ટ્સ

મુંબઈની છઠ્ઠી હાર : લખનઉએ 18 રનથી મુંબઈને હરાવ્યું, કે.એલ રાહુલની શાનદાર સદી

કેપ્ટન કે.એલ રાહુલનના શાનદાર 103 રનની મદદથી લખનઉની ટિમે 199 રન બનાવ્યા હતા

મુંબઈની છઠ્ઠી હાર : લખનઉએ 18 રનથી મુંબઈને હરાવ્યું, કે.એલ રાહુલની શાનદાર સદી
X

લખનઉ સુપર જાયન્ટ્સે 18 રનથી મુંબઈ ઈન્ડિયન્સને હરાવી દીધું છે. મુંબઈ સામે 200 રનનો ટાર્ગેટ હતો, પરંતુ મુંબઈની ટીમ 9 વિકેટે 181 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ છે. લખનઉની જીતમાં આવેશ ખાને 3 વિકેટ લઈ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે…

કેપ્ટન કે.એલ રાહુલનના શાનદાર 103 રનની મદદથી લખનઉની ટિમે 199 રન બનાવ્યા હતા કે.એલ રાહુલની આ 100મી મેચ હતી રાહુલ આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 100 મેચ રમનારો 48મો ખેલાડી બની ગયો છે. આની સાથે રાહુલે 2013માં RCB તરફથી રમતા પોતાનું ડેબ્યૂ કર્યું હતું. લખનઉ અને બેંગ્લોર સિવાય તે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ માટે પણ રમી ચૂક્યો છે. એટલું જ નહીં રાહુલે શાનદાર બેટિંગ કરતા 56 બોલમાં પોતાની IPL કારકિર્દીની ત્રીજી સદી ફટકારી હતી. તેણે આ ઈનિંગમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

Next Story