Connect Gujarat
સ્પોર્ટ્સ

નીરજ ચોપરા-મિતાલી રાજને મળ્યો ખેલ રત્ન; શિખર ધવનને અર્જૂન અવોર્ડ મળ્યો

છેલ્લા ચાર વર્ષમાં રમતગમતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવનારા ભારતીય ખેલાડીઓને આજે નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવ્યા

નીરજ ચોપરા-મિતાલી રાજને મળ્યો ખેલ રત્ન; શિખર ધવનને અર્જૂન અવોર્ડ મળ્યો
X

છેલ્લા ચાર વર્ષમાં રમતગમતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવનારા ભારતીય ખેલાડીઓને આજે નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંકના ઉત્કૃષ્ઠ ખેલાડી નીરજ ચોપરા સહિત 11 ખેલાડીઓને 2021નો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અવોર્ડ એનાયત કરી રહ્યા છે. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એવા ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે રમતગમતના ક્ષેત્રમાં અસાધારણ પ્રદર્શન કર્યું હોય. વિશ્વનાથન આનંદને 1991માં પ્રથમ વખત આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડમાં મેડલ, પ્રશસ્તિપત્ર અને 25 લાખ રૂપિયા છે. ચાલો તમને આ ખેલાડીઓનો પરિચય કરાવીએ. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એવા ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે રમતગમતના ક્ષેત્રમાં અસાધારણ પ્રદર્શન કર્યું હોય. વિશ્વનાથન આનંદને 1991માં પ્રથમ વખત આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડમાં મેડલ, પ્રશસ્તિપત્ર અને 25 લાખ રૂપિયા છે. ચાલો તમને આ ખેલાડીઓનો પરિચય કરાવીએ.

આ ખેલાડીઓને મળ્યા ખેલ રત્ન અવોર્ડ

નીરજ ચોપરા (ભાલાફેંક)

લવલીના બોરગોહેન (રેસલર)

પીઆર શ્રીજેશ (હોકી)

અવની લેખરા (શૂટિંગ)

સુમિત અંતિલ (ભાલાફેંક)

પ્રમોદ ભગત (પેરા બેડમિન્ટન)

મનીષ નરવાલ (શૂટર)

મિતાલી રાજ (ક્રિકેટર)

સુનીલ છેત્રી (ફુટબોલ)

મનપ્રીત સિંહ (હોકી)

Next Story