Connect Gujarat
સ્પોર્ટ્સ

KKR VS MIની મેચમાં ખેલાડીઓએ નિયમો તોડ્યા, નીતિશ રાણાને દંડ, જસપ્રિત બુમરાહને ઠપકો મળ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન નીતિશ રાણા ને મુંબઈ ઈન્ડિયન્સ સામે આઈપીએલ 2022ની મેચ દરમિયાન લેવલ વનના ગુના બદલ તેની મેચ ફીના 10 ટકા દંડ અને ઠપકો આપવામાં આવ્યો હતો.

KKR VS MIની મેચમાં ખેલાડીઓએ નિયમો તોડ્યા, નીતિશ રાણાને દંડ, જસપ્રિત બુમરાહને ઠપકો મળ્યો
X

કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન નીતિશ રાણા ને મુંબઈ ઈન્ડિયન્સ સામે આઈપીએલ 2022ની મેચ દરમિયાન લેવલ વનના ગુના બદલ તેની મેચ ફીના 10 ટકા દંડ અને ઠપકો આપવામાં આવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સના વરિષ્ઠ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને તે જ મેચ દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો.

બુધવાર 6 એપ્રિલ ના રોજ યોજાયેલી આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. આઈપીએલની પ્રેસ રીલીઝમાં જો કે કયા નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કોલકાતા નાઈટ રાઈડર્સના નીતિશ રાણાને પુણેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન આઈપીએલની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો અને તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. રાણાએ આઈપીએલ આચાર સંહિતા હેઠળ લેવલ 1 નો ગુનો અને સજા સ્વીકારી છે.

બુમરાહના કેસમાં કોઈ નાણાકીય દંડ લગાવવામાં આવ્યો ન હતો અને તેને માત્ર ચેતવણી આપવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું, 'મુંબઈ ઈન્ડિયન્સના જસપ્રિત બુમરાહને પુણેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ દરમિયાન આઈપીએલ આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો. બુમરાહે આઈપીએલ આચાર સંહિતા હેઠળ લેવલ 1નો ગુનો અને સજા સ્વીકારી છે.

Next Story