Connect Gujarat
સ્પોર્ટ્સ

રોહિત શર્મા ટી-20 ક્રિકેટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

રોહિત શર્મા ટી-20 ક્રિકેટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
X

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઇતિહાસ રચી દીધો છે. લખનઉમાં રમાઇ રહેલી શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં રોહિત શર્મા ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. ભારતીય કેપ્ટને ન્યૂઝિલેન્ડના માર્ટિન ગુપ્ટિલ અને ભારતના વિરાટ કોહલીને આ મામલે પાછળ છોડી દીધા હતા.

ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રનરોહિત શર્માએ ટી-20 ક્રિકેટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

રોહિત શર્મા- 123 મેચ, 3307 રન

માર્ટિન ગુપ્ટિલ- 112 મેચ, 3299 રન

વિરાટ કોહલી- 97 મેચ, 3296 રન

રોહિત શર્માનું ટી-20 કરિયર

-123 મેચ, 3307 રન, સરેરાશ-33.07

-સદી-4, અડધી સદી- 26, સિક્સ- 155

આ મેચ અગાઉ રોહિત શર્માને આ સિદ્ધિ હાંસલ કરવા માટે 37 રનની જરૂર હતી. પ્રથમ ટી-20 મેચમાં રોહિત શર્માએ જેવા 37 રન બનાવ્યા તે સાથે જ સૌથી વધુ ટી-20 રન ફટકારનાર ખેલાડી બની ગયો છે.

ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન જ નહી પરંતુ રોહિત શર્માએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી તમામ ટી-20 મેચમાં રોહિત શર્મા હવે સૌથી વધુ સિક્સ મારનાર ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ શ્રીલંકા સામે 15 સિક્સ ફટકારી છે.

Next Story