T-20 વર્લ્ડ કપ: હાર્દિક પંડ્યા ફિટ, ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ

T-20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનની સામે હાર મળી છે.આ હાર પછી ભારતીય ટીમ માટે પ્રથમ સારા સમાચાર છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયા હવે સંપૂર્ણ રીતે ફીટ થઈ ચૂક્યા છે અને તે ન્યુઝીલેન્ડની સામે આગામી મેચમાં સિલેક્શન માટે ઉપલબ્ધ હશે.24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમાયેલી મેચ દરમિયાન હાર્દિકને ખભા પર ઈજા પહોંચી હતી. તે મેચમાં ફિલ્ડિંગ પણ કરી શક્યા નહોતા. તેમના સ્થાને ઈશાન કિશન ફિલ્ડિંગ કરતા જોવા મળ્યા હતા.
મીડિયા અહેવાલો મુજબ હાર્દિકને હવે પહેલા કરતા સારુ છે. તેમની ઈજાનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમ મેનજમેન્ટ હાર્દિકને લઈને કોઈ બેદરકારી રાખવા માંગતી નથી. ટીમ ઈન્ડિયાએ આગામી મેચ 31 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામે રમવાની છે. વર્લ્ડ કપમાં સ્થાન જાળવી રાખવા માટે ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી છે. પંડયા પાસેથી પાકિસ્તાન સામેની મેચમાં ખૂબ જ આશા હતી. કારણે તે પાકિસ્તાન સામે ખૂબ સારી બેટિંગ કરે છે. જોકે આ વખતે તે માત્ર 8 બોલમાં 11 રન જ કરી શક્યા હતા.T-20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડયા ફિનિશરના રોલમાં જોવા મળશે. પાકિસ્તાન સામેની મેચ પહેલા હાર્દિકે કહ્યું હતું કે આ મેચમાં તો તે બોલિંગ કરશે નહિ. જોકે આગામી મેચમાં તે બોલિંગ કરતા જોવા મળી શકે છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
કચ્છીમાંડુંઓને 'નયે વરેજી લખ લખ વધાઇયું',કચ્છમાં અષાઢી બીજે દિવાળી...
1 July 2022 5:30 AM GMTનાથની નગરચર્યા: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી તો CM...
1 July 2022 4:17 AM GMTકચ્છીમાડુઓને CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી નવા વર્ષની શુભેચ્છા
1 July 2022 3:44 AM GMTભરૂચ: મોડી રાતે ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં ભરાયા પાણી
1 July 2022 3:08 AM GMTનાથની નગર ચર્યા: સી.એમ.ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવી રથયાત્રાનું...
1 July 2022 1:52 AM GMT