T20 World Cup: ભારતીય ટીમની બીજી હાર, ન્યૂઝીલેન્ડની 8 વિકેટથી જીત

New Update

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે દુબઇમાં ટી20 વિશ્વકપ (T20 World Cup 2021) ની લીગ મેચ રમાઇ હતી. જેને ન્યુઝીલેન્ડે 8 વિકેટે જીતી લીધી હતી. ટોસ હારીને ટીમ ઇન્ડિયા બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. પરંતુ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોનો ફરી એકવાર ફ્લોપ શો જારી રહ્યો હતો. ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 110 રન કર્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડે 15 મી ઓવરમાં જીત મેળવી હતી.

ભારતીય ટીમની ઓપનીંગ જોડીમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો. રોહિત શર્માના સ્થાને ઇશાન કિશન ન ઓપનીંગ માટે મોકલવામાં આવ્યો હતો. જે નિર્ણય નિષ્ફળ રહ્યો હતો. વિરાટ કોહલી, રિષભ પંત અને કેએલ રાહુલ પણ નિષ્ફળ રહ્યા હતા. ઇશાન કિશન વડે ઓપનીંગ કરવાનો દાવ ઉલ્ટો પડ્યો હતો. પરીણામે ભારતીય ટીમ પડકાર જનક સ્કોર ખડકી શક્યુ નહોતુ.