ટીમ ઈન્ડિયાની મોહાલીમાં ધમાકેદાર જીત, શ્રીલંકાને 222 રને હરાવ્યું

મોહાલી ટેસ્ટ મેચમાં ભારતે શ્રીલંકાને ઇનિંગ્સ અને 222 રને હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

New Update

મોહાલી ટેસ્ટ મેચમાં ભારતે શ્રીલંકાને ઇનિંગ્સ અને 222 રને હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે 574 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. આ રીતે બીજી ઇનિંગમાં ભારતીય ટીમને 400 રનની લીડ મળી હતી. જાડેજાએ પણ પ્રથમ દાવમાં અણનમ 175 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી પથુમ નિસાંકાએ 61 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ બેટ્સમેન 30ના આંકને સ્પર્શી શક્યો નહોતો. તે જ સમયે, જાડેજા સિવાય જસપ્રિત બુમરાહ, રવિચંદ્રન અશ્વિને 2-2 વિકેટ લીધી હતી અને શમીને પણ સફળતા મળી હતી.

Advertisment