Connect Gujarat
સ્પોર્ટ્સ

આઇપીએલ આજથી થશે શરૂ, CSK અને MIની વચ્ચે રમશે મેચ, જાણો વિગતે

આઇપીએલ આજથી થશે શરૂ, CSK અને MIની વચ્ચે રમશે મેચ, જાણો વિગતે
X

આઇપીએલ 2021ના બીજા હાફની પહેલી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે રમાશે. આ મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 07:30 વાગ્યાથી રમાશે. બન્ને ટીમો ભારતમાં રમાયેલી આઇપીએલ 2021ના પહેલા હાફમાં એકવાર આમાને સામને આવી ચૂકી છે. એ મેચમાં મુંબઇની જીત થઇ હતી. આવામાં ચેન્નાઇ સુપર કિંગ્સ હારનો બદલો લેવા પ્રયાસ કરશે.

ભલે મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલના ઇતિહાસમાં પાંચ વાત ખિતાબ જીત્યો હોય, પરંતુ આ સિઝનમાં ચેન્નાઇની ટીમનુ પલડુ ભારે દેખાઇ રહ્યું છે. પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર રહેલી ચેન્નાઇએ આ સિઝનની સાથ મેચોમાંથી પાંચ મેચો જીતી છે, જ્યારે મુંબઇની ટીમ સાત મેચોમાંથી ચાર મેચ જ જીતી શકી છે.

ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે હેડ ટૂ હેડમાં રોહિત શર્માની ટીમનુ પલડુ ભારે રહ્યું છે. આઇપીએલના ઇતિહાસમાં બન્ને ટીમો અત્યાર સુધી 31 વાર આમને સામને આવી છે. જેમાં 19 મેચ મુંબઇએ જીતી છે તો વળી માત્ર 12 મેચોમાં ચેન્નાઇને જીત મળી શકી છે.

દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચ ખુબ સ્લૉ રહે છે, આવામાં અહીં સ્પીનર્સને મદદ મળવાની આશા છે. આઇપીએલ 2020માં આ મેદાન પર સ્પિનર્સને કુલ 94 વિકેટ મળી હતી. જ્યારે શરૂઆતી ઓવરમાં પીચમાંથી ફાસ્ટ બૉલરોને મદદ મળવાની આશા છે. આ મેદાન પર પહેલીવાર ઇનિંગમાં એવેરેજ સ્કૉર 172 રન છે.

Next Story