Connect Gujarat
સ્પોર્ટ્સ

વેસ્ટ ઈન્ડિઝે ભારતના પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત,વાંચો કોને મળ્યુ સ્થાન

વેસ્ટ ઈન્ડિઝની ટીમે ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસ માટે ODI ટીમની જાહેરાત કરી દીધી છે.

વેસ્ટ ઈન્ડિઝે ભારતના પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત,વાંચો કોને મળ્યુ સ્થાન
X

વેસ્ટ ઈન્ડિઝની ટીમે ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસ માટે ODI ટીમની જાહેરાત કરી દીધી છે. લગભગ અઢી વર્ષ બાદ કેમાર રોચની ODI ટીમમાં વાપસી થઈ છે. વેસ્ટ ઈન્ડિઝને આયર્લેન્ડ સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ રોસ્ટન ચેઝ અને જસ્ટિન ગ્રીવ્સને ભારતના પ્રવાસ માટે બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝે 6 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન ભારતના પ્રવાસ પર ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે.

આ સાથે જ તેણે ત્રણ T20 મેચોની શ્રેણી પણ રમવાની છે.રોચે તેની છેલ્લી વનડે વર્ષ 2019માં ભારત સામે રમી હતી. ત્યારથી, તે ન તો સફેદ બોલની ક્રિકેટ રમ્યો છે કે ન તો લિસ્ટ A અને T20 મેચો. ટીમની પસંદગી કરનાર મુખ્ય પસંદગીકાર રેસમંડ હેન્સનું કહેવું છે કે રોચને ટીમમાં તક આપવામાં આવી છે કારણ કે તે અનુભવી છે. તેમજ તે પ્રારંભિક વિકેટ લેવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમઃ કિરોન પોલાર્ડ (કેપ્ટન), ફેબિયન એલન, નકરુમાહ બોનર, ડેરેન બ્રાવો, શમરાહ બ્રુક્સ, જેસન હોલ્ડર, શે હોપ, અકીલ હુસેન, અલઝારી જોસેફ, બ્રેંન્ડન કિંગ, નિકોલસ પૂરન, કેમાર રોચ, રોમારિયા શેફર્ડ, ઓડિયન સ્મિથ, હેલ વોલ્શ જુનિયર

Next Story