/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/rajkot-bagasara-st-bus.jpg)
મોટી કુંકારાવના બસ સ્ટેશન પાસે પથ્થરની આડસ ગોઠવી અજાણ્યા ઈસમો દ્વારા બસના કાચ તોડયા
રાજકોટના બગસરા ખાતે તોફાની તત્વોએ રસ્તાની વચ્ચે પથ્થરની આડસ ગોઠવી બસને ઉભી રાખી હતી. બસ ઉભી રહી જતા બાઈક પર આવેલા ચાર જેટલા અજાણ્યા બાઈક સવારોએ એસ.ટી બસના કાચ તોડી પલાયન થઈ ગયા હતાં.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ બગસરા એસટી બસ મોડી રાત્રિના સમયે ગોંડલના દેરડી (કુંભાજી) પાસેથી પસાર થઈ રહી હતી. તે સમય દરમિયાન નજીકમાં આવેલા સબ સ્ટેશન પાસે તોફાની તત્વો દ્વારા પથ્થરની આડસ ગોઠવવામાં આવી હતી. પથ્થરની આડસ હોવાના કારણે બસના ડ્રાઈવરે બસ ઉભી રાખી હતી. બસ ઉભી રહેતાની સાથે જ બાઈક પર આવેલા ચાર જેટલા અજાણ્યા ઈસમોએ બસના કાચ તોડી નાંખ્યા હતાં. અજાણ્યા વાહન ચાલકો દ્વારા બસમાં બેસેલા મુસાફરોને કોઈ પણ જાતની હાની પહોંચાડી ન હોવાની માહિતી સ્થાનિક સુત્રો પાસેથી જાણવા મળી હતી. અજાણ્યા બાઈક સવારો દ્વારા બસના કાચ તોડી એસટી વિભાગને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ બનાવની જાણ સવારે પોલીસને થતા પોલીસે આવા તોફાની તત્વોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.