સુરતના પાંડેસરામાં થયેલી હત્યાના CCTV ફૂટેજ આવ્યા સામે

New Update
સુરતના પાંડેસરામાં થયેલી હત્યાના CCTV ફૂટેજ આવ્યા સામે

ગત વર્ષે ગણપતિ વિસર્જનમાં થયેલી માથાકૂટનો બદલો લેવા હત્યા કરી હોવાની આરોપીઓની કબૂલાત

Advertisment

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં બે મિત્રોએ સાથે મળીને અન્ય એક યુવાનની હત્યા કરી હોવાની ઘટના બની હતી. પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે હત્યા પાછળનું કારણ ગત વર્ષે ગણપતિ વિસર્જન વખતે થયેલી માથાકૂટનો બદલો લેવા આ કૃત્ય આચર્યું હોવાની આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. હત્યાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણપત નગરમાં અજય સહાની નામના યુવકની ગઈકાલે હત્યા થઈ હતી. ગઈકાલે આરોપી આકાશસિંહ રાજપૂત અને અલી કલામુદ્દીન હલીમ જેઓ મૃતક શિવકુમાર સહાનીને બંધક બનાવી લઇ ગયા હતા. જે 3 યુવાનો સીસીટીવીમાં દેખાય છે. ત્યારબાદ હત્યારા આકાશ અને અલીએ શિવકુમારને છાતીના ભાગે ચપ્પુનાં ઘા મારી પલાયન થઈ ગયા હતા.

મૃતક શિવકુમાર સહાનીને તેનો મિત્ર બચાવીને લઈ જાય છે. તેવા દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા હોવાના સામે આવ્યા છે. હત્યા પાછળનું કારણ ગત વર્ષે ગણપતિ વિસર્જનમાં થયેલા ઝઘડાની અંગત અદાવત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હાલમાં આરોપી આકાશ અને અલી પોલીસ સકંજામાં છે.