Connect Gujarat
Featured

સુરત: એક જ સોસાયટીના 3500 લોકોને કરાયા હોમ કોરન્ટાઇન, જુઓ કેટલા લોકો થયા કોરોના સંક્રમિત

સુરત: એક જ સોસાયટીના 3500 લોકોને કરાયા હોમ કોરન્ટાઇન, જુઓ કેટલા લોકો થયા કોરોના સંક્રમિત
X

સુરત શહેરમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે શહેરનાં ડીંડોલી વિસ્તારમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીના 800 મકાનોના 3500 લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે. સોસાયટી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી સોસાયટીમાં અવર-જવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

સુરત શહેરમાં દિનપ્રતિદિન કોરોનાની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે કોરોના સંક્રમણને લઈને મહાનગરપાલિકા ચિંતિત છે. અત્યાર સુધીમાં સુરતમાં પોઝિટિવના આંકડો વધીને 58,580 થયો છે જેમાં 1147 લોકોના કોરોનાના કારણે મોત નીપજયા છે. જ્યારે શહેરમાં કુલ 55.214 કોરોના પોઝિટિવ દર્દી રિકવર થયા છે. હાલ શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે.

હાલ શહેરમાં કુલ 2218 લોકો કોરોના સંક્રમિત છે કોરોના સંક્રમણ અટકાવવા માટે મનપા કમિશનર ખુદ મેદાને ઉતર્યા છે શહેરના ટેક્સ્ટાઇલ માર્કેટ વિસ્તાર સહિત અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લઇ સોસાયટીના પ્રમુખ સાથે મુલાકાત કરીને કોરોના સંક્રમણ અટકાવવા માટે ચર્ચા કરી રહ્યા છે સાથે જ લોકોને ફરજીયાત માસ્ક પહેરવા માટે અપીલ કરી રહ્યા છે બીજી બાજુ શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ સાઈ દર્શન સોસાયટી માં 14 જેટલા લોકો કોરોના પોઝિટિવ આવતા સંપૂર્ણ સોસાયટીના 800 મકાનમાં રહેતા 3500 હજાર લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે સોસાયટી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી અવર-જવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

Next Story