New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-366.jpg)
શહેરમાં પ્રવેશદ્વાર સમાન સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં મોતનું તાંડવ ખેલાયું હતું. જેમાં 23 હસતા રમતા બાળકોના મોત નીપજ્યાં હતાં. 18 વર્ષથી લઈને 25 વર્ષની ઉંમરના યુવક યુવતીઓના મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં સૌથી વધુ સૌરાષ્ટ્રથી સુરત આવીને વસેલા પાટીદારોની સંખ્યાં છે. 23 મૃતકોમાંથી 16 જેટલી પાટીદાર યુવતીઓના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમાં છવાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં જવાબદારો સામે પગલાં લેવાની માંગ થઈ રહી છે.