Connect Gujarat
ગુજરાત

સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં તમામ OPD બંધ કરાઇ, અન્ય દર્દીઓને હાલાકી

સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં તમામ OPD બંધ કરાઇ, અન્ય દર્દીઓને હાલાકી
X

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં તમામ ઓપીડી બંધ રાખવામાં આવી છે. જ્યાં હવે માત્ર કોવીડ અને ઈમરજન્સી સેવા જ શરૂ કરવામાં આવી છે, ત્યારે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધ્યક્ષે જાહેરાત કરતાં જણાવ્યુ છે કે, સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ મોટી સંખ્યામાં કોરોનાના કેસો નોંધાયા છે, ત્યારે હોસ્પીટલમાં વહીવટી સરળતા માટે નવી સિવિલ હોસ્પિટલમાં તમામ ઓપીડીને કોવિડના સમયગાળા પૂરતી બંધ રાખવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પીટલમાં ફક્ત ઇમરજન્સી વિભાગ જ કાર્યરત રહેશે.

હાલમાં સુરતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું છે. જેના પગલે તબીબો, પેરા મેડિકલ સ્ટાફ સતત ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. પરંતુ તેના પર કામનું ભારણ પણ એટલું જ વધી ગયું છે. જેને લઈને આ નિણર્ય લેવામાં આવ્યો છે, ત્યારે લોકો પણ હવે ખાસ તકેદારી રાખે તે ખૂબ જ જરૂરી બન્યું છે. જોકે તમામ ઓપીડી બંધ રહેતા દર્દીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Next Story