Connect Gujarat
Featured

સુરત : બારડોલીના તાજપોર ગામે એક સાથે ચાર દીપડા દેખાતાં લોકોમાં ભયનો માહોલ

સુરત : બારડોલીના તાજપોર ગામે એક સાથે ચાર દીપડા દેખાતાં લોકોમાં ભયનો માહોલ
X

બારડોલીના તાજપોર ગામમાં હાલ ખેડુતો અને પશુપાલકો ભયના ઓથાર હેઠળ જીવી રહયાં છે અને તેનું કારણ છે દીપડાઓ. આ વિસ્તારમાં એક સાથે ચાર દીપડા દેખાતા લોકોની ઉંઘ હરામ થઇ ચુકી છે.

દક્ષિણ ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરી ને સુરત જીલ્લાના જંગલ વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ત્યારે બારડોલી તાલુકા ના તાજપોર ગામે પણ દીપડા નો આતંક જોવા મળ્યો છે. બે દિવસ પહેલા તાજપોર ગામે ખેતરમાં કામ કરી રહેલા જેસીબી ચાલકને ખેતરમાં દીપડા દેખાતા મોબાઈલ માં કેદ કરી લીધા હતા અને ત્યારબાદ તરતજ રાત્રીના સમયે દીપડાએ આહીરવાસમાં ખુલ્લામાં બાંધેલા એક વાછરડા નું મરણ કર્યું હતું અને એક વાછરડા ને ઈજાગ્રસ્ત કર્યું હતું. જોકે પરિવાર ના લોકો જાગી જતા દીપડો બંને વાછરડાને મુકીને ભાગી ગયો હતો.

તાજપોર ગામના પાટિયા પર ત્રણ થી ચાર ઘર આહીર સમાજના આવેલા છે. અને તેઓ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલાં હોવાથી તેમની પાસે પશુઓ પણ છે. આ ઉપરાંત ચારો લેવા તેમજ ખેતીના કામથી ગ્રામજનો ને ખેતરે જવું પડે છે પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસ થી આ વિસ્તારમાં દીપડાની હાજરીથી લોકો ગભરાય રહયાં છે. દીપડાથી પોતાના પશુધનને બચાવવા રાત્રીના ઉજાગરા પણ કરી રહ્યા છે. દીપડાઓને ઝડપી પાડવા હાલ વન વિભાગ તરફથી પાંજરૂ મુકવામાં આવ્યું છે.

ગ્રામજનોની ફરિયાદ બાદ વન વિભાગ પણ સતર્ક થયું છે. થોડા સમય અગાઉ પણ આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો તે સમયે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું પરંતુ દીપડો પાંજરે પુરાયો ન હતો. છેલ્લા ચાર પાંચ દિવસ થી એક સાથે ચાર જેટલા દીપડા દેખાતા વન વિભાગે જયાં દીપડા દેખાય છે ત્યાં બે પાંજરા ગોઠવી દીધાં છે.

Next Story