Connect Gujarat
ગુજરાત

સુરત : પાલ વિસ્તારમાં બીઆરટીએસની બસે ગર્ભવતી મહીલાને મારી ટકકર, જુઓ પછી શું થયું

સુરત : પાલ વિસ્તારમાં બીઆરટીએસની બસે ગર્ભવતી મહીલાને મારી ટકકર, જુઓ પછી શું થયું
X

સુરતમાં બીએસટીએસની બસથી અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. પાલ વિસ્તારમાં બીઆરટીએસની બસના ડ્રાયવરે ગર્ભવતી મહિલાને ટકકર મારી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી પાલ આરટીઓ નજીક બીઆરટીએસની બસના ચાલકે અનિતા અર્જુન સરવૈયા નામની ગર્ભવતી મહિલાને અડફેટે લેતા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ પરિવારના સભ્યો સહિત લોકટોળું ભેગું થઈ ગયું હતું અને મહિલાને તાત્કાલિક સારવાર અર્થ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. ઇજાગ્રસ્ત મહિલા મૂળ ભાવનગરની વતની છે અને સુરતમાં પાલ આરટીઓ નજીક નવ નિર્મિત બ્રિજ પાસે રહે છે. તે આરટીઓ નજીક રમકડાં વેચીને પોતાના પરિવારને મદદરૂપ થાય છે. અકસ્માત બાદ બસના ડ્રાઇવરે બસ લઈને ભાગવાનો પ્રયાસ કરવા જતાં લોકોએ તેને ઝડપી લીધો હતો ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી ડ્રાઇવરની અટકાયત કરી હતી જયારે બીઆરટીએસની બસથી વધી રહેલા અકસ્માતની ઘટનાને લઇને લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

Next Story