Connect Gujarat
ગુજરાત

સુરત : કેટરર્સ અને પાર્ટી પ્લોટના માલિકો આવ્યાં GST વિભાગના સકંજામાં

સુરત : કેટરર્સ અને પાર્ટી પ્લોટના માલિકો આવ્યાં GST વિભાગના સકંજામાં
X

હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી હોવાથી કેટરર્સ અને પાર્ટી પ્લોટના માલિકોને ઘી કેળા થઇ ગયાં છે ત્યારે સુરતમાં 10થી વધારે સ્થળોએ જીએસટી વિભાગે દરોડો પાડી કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો ઝડપી પાડયાં છે.

સુરત શહેરમાં અનેક સ્થળોએ વૈભવી લગ્નોના આયોજન કરવામાં આવ્યાં હતાં. જીએસટી વિભાગની ટીમોએ સુરતમાં કેટરર્સ અને પાર્ટી પ્લોટના સંચાલકોને ત્યાં દરોડા પાડયાં હતાં. કૈલાસ કેટરર્સ, સી.બી.પાર્ટી પ્લોટ સહિતના અનેક સ્થળોએ હિસાબોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જીએસટી વિભાગની તપાસમાં કૈલાસ કેટરર્સ દ્વારા એક લગ્નમાં ચારથી પાંચ હજાર રૂપિયાની એક ડીશ પીરસવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવી હતી. દરોડાની કાર્યવાહી દરમિયાન 75 લાખ રુપિયા ઉપરાંતના દંડની વસુલાત કરવામાં આવી હતી. હજી તપાસ ચાલુ હોવાથી કરોડો રૂપિયાના અન્ય વ્યવહારો મળી આવે તેવી શકયતાઓ નકારી શકાય તેમ નથી.

Next Story